________________
શુક્ર–હીરે
૭૩ તમારાં સુખમાં નબળો શુક્ર અનેક વિધ ઉત્પન્ન કરનાર નીવડે. આથી ખાસ કરીને જ્યારે જ્યારે શુક્ર નિર્બળ બને ત્યારે ત્યારે ભણસે અહીં બતાવેલા ગ્ય વિધિથી શુક્રનું આરાધન કરવું જોઈએ, તેમજ સંપૂર્ણ વિધિથી સિદ્ધ કરેલી શુક્રની વીંટી પિતાના હાથ ઉપર ધારણ કરવી જોઈએ અને શુક્રનાં અહીં આપેલાં સ્તોત્રને નિયમિત પાઠ કરવો જોઈએ.
જે માણસ આ પ્રમાણે શુક્રની આરાધના કરે છે તેને શુક્રથી ઉત્પન્ન થતી પીડાનો કદીપણ અનુભવ થતો નથી અને શુક્ર હંમેશાં તે માણસને અનેક પ્રકારે સુખ સંપત્તિ આપે છે.
આ ઉપરાંત જે જે વસ્તુઓ શુક્રના દાનને માટે કહેલી છે તે સઘળી વસ્તુઓનો શુક્રના પૂજનમાં જેટલું બને તેટલો વધુ ઉપયોગ કરવો. વળી જે સમયે શુક્ર નબળો હોય તે સમય દરમ્યાન પોતાની જાતને માટે પણ તે વસ્તુઓ બને તેટલી વધારે વાપરવી. આ પ્રમાણે કરવાથી શુક્ર ઘણે પ્રસન્ન થાય છે, કારણ કે તે સઘળી વસ્તુઓ શુકને અત્યંત પ્રિય છે, આથી તે વસ્તુઓના વધારે ઉપગથી શુક્ર વધારે પ્રસન્ન થાય છે. તથા દરેક રીતે માણસને ઉત્તમ ફળ આપનારે નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org