________________
૭૨
રહે અને રત્ન
દર શુક્રવારે શુક્રનાં આ સ્તોત્રોને પાઠ કરવો જોઈએ. વળી, આગળ બતાવેલા વિધિથી શુક્રનું આરાધન કરવું જોઈએ. આ “ઉપરાંત વિધિપૂર્વક સિદ્ધ કરેલી હીરાની વીંટી પણ ધારણ કરવી જોઈએ.
આ પ્રમાણે કરવાથી શુક્ર પ્રસન્ન થાય છે તથા માણસને અનેક પ્રકારે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે જન્મસમયે શુક્ર નબળા હોય અથવા તો ગોચરમાં અશુભ સ્થાનમાંથી પસાર થતો હોય કે પછી અશુભ શુક્રની મહાદશા અથવા અંતર્દશા ચાલતી હોય તો પણ ઉપર પ્રમાણે શુક્રનું આરાધન કરવાથી હંમેશાં શુક્ર શુભ ફળ જ આપે છે તથા તેનું સઘળું અશુભ ફળ નાશ પામે છે .
વિશેષ : અનેક પ્રકારનાં રત્ન, વસ્ત્રો તથા કીમતી અલંકાર, અભૂષણો વિગેરે શુક્રની સત્તામાં રહેલાં છે. વળી જશેખની ચીજો, કળાઓ, સંગીત, વાજી વિગેરે ઉપર પણ શુક્રનો જ પ્રભાવ ગણાય છે. સુગંધીવાળા સઘળા પદાર્થો અને પુષ્પ પણ શુક્રની સત્તામાં જ છે. વળી મોટાઈ, ધનિકપણું, મીઠી વાણી, પત્ની, લગ્ન પ્રેમસંબંધ ભોગવિલાસ, તેનાં સાધનો આ બધું જ શુક્રની મહેરબાનીમાં નિવાસ કરે છે. મોટા ઉત્સવો, આનંદ, જલસા, સુંદર છત્રપલંગે નાચગાન, પ્રેમ, પૈસે, ખજાને, ધનભંડાર, મંત્રીપણું, સ્ત્રીઓની મૈત્રી આ વસ્તુઓ ઉપર પણ શુક્રનો જ પ્રભાવ માનવામાં આવે છે. જે તમારા માટે શુક્ર બળવાન હોય તેમજ શુભ ફળ આપનારો હે ય તે તે શુક્ર તમને ઉપરની તમામ બાબતો અંગે સારૂં ફળ આપે છે. વળી જે શુભ ફળ દર્શાવનાર શુક્રની દશા અથવા અંતર્દશા ચાલતી હોય તે પણ તે શુક્ર ઉપરોક્ત બાબતે અંગેનું શુભ ફળ આપશે તથા તે દરેક બાબત લાભ અને સુખ મળશે. પરંતુ જે શુક નેચરમાં અશુભ સ્થાનમાંથી પસાર થતો હશે અથવા તો શુભ ફળ આપનારા શુક્રની મહાદશા અથવા અંતર્દશા ચાલતી હોય છે. તેવા સમયે શુક્ર તમને ઉપરોકત સઘળી બાબતો માટે અશુભ ફળ જ આપવાને. અર્થાત ધન, કુટુંબ સુખ, વગેરે સઘળનો નાશ કરવાના. દી મ પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org