________________
ગ્રહે અને રત્નો
હીરે નથી. બેલજીયમના હીરા સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તે ઘણું જ કીમતી હોય છે.
ઊંચી જાતના પત્થરમાંથી પહેલ પાડીને તૈયાર કરેલા હીરાનું તેજ પણ અલૌકિક હોય છે. અંધારી રાત્રે પણ તે હીરામાંથી તેજના કિરણ ફુટતાં જણાય છે. આવો ઊંચા પ્રકારનો હીરે શુક્રનાં આધિપત્યમાં રહેલા પદાર્થો કરતાં વધુ શક્તિશાળી ગણાય છે અને શુક્રનાં સઘળાં તો પુષ્કળ પ્રમાણમાં પૂરાં પાડે છે.
શુક્રના તો મેળવવાની ઈચ્છાવાળાએ આવો ઉત્તમ પ્રકારના હીરો જ ધારણ કરવો જોઈએ અને તો જ તે વ્યક્તિ વિપુલ પ્રમાણમાં શુક્રનાં તો પ્રાપ્ત કરી શકે તેમાં શંકા નથી.
શુભ ફળ આપતો શુક : જે તમારી જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં પહેલા સ્થાનમાં અથવા બીજા સ્થાનમાં શુક્ર આવેલ હોય તો તે શુક્ર હમેશાં શુભ ફળ આપે છે, એ જ પ્રમાણે જન્મરાશિ અથવા નામરાશિથી ગણતાં બીજા, પાંચમા, આઠમ, નવમા અથવા અગિયારમા સ્થાનમાં શુક્ર આવેલ હોય તો તે શુક્ર પણ હમેશાં શુભ ફળ આપનારે જાણો. શુક્ર જ્યારે જ્યારે શુભ ફળ આપનારે હોય ત્યારે ત્યારે તે શુક્ર માણસને નવાં નવાં ઓળખાણ કરાવે છે તેમ જ નવા નવા સંબંધો ઊભા કરાવે છે. વળી આ શુક્ર માણસને સંતાન બાબત પણ સુખ અપાવે છે, ઉપરાંત અનેક પ્રકારે ચારે બાજુથી આ શુક્ર માણસને ધન લાભ કરાવે છે તથા માન કીર્તિ અને લક્ષ્મીમાં વધારે કરે છે. - શુક્ર ઉપર પ્રમાણેનું સારું ફળ આપનારે હોય તો પણ માણસે તેની આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે આરાધના કરવાથી શુભ ફળ આપનાર શુક્ર વધારે સારું ફળ આપે છે અને તેથી માણસને અનેક લાભ થાય છે તથા તેના સુખમાં વધારો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org