________________
ગ્રહો અને રને
કરવાથી ખાસ કરીને માણસનાં સઘળાં સંકટો દૂર થાય છે અને ગુરૂ માણસનાં સુખ, શાંતિ, ધન તથો કીર્તિમાં વધારો કરે છે.
વિશેષ જ્ઞાન, સગુણ તથા સંતાન બાબતનું ફળ ગુરૂના આધિપત્યમાં રહેલું છે. સારા આચારવિચાર, મહામ્ય તેમજ વેદશાસ્ત્રોનું અધ્યયન પણ ગુરૂ ઉપર જ અવલંબે છે. વળી શાસ્ત્રોમાં વિશ્વાસવાળી ઉત્તમ બુદ્ધિ આપનાર પણ ગુરૂ જ છે. આ ઉપરાંત શ્રદ્ધા, ભક્તિ, તપશ્ચર્યા, દેવારાધન, યજ્ઞયાગ વિગેરે ગુરૂની કૃપાથી થઈ શકે છે. વળી ઉન્નતિ, સદ્ગતિ અને સારા સારા ભંડારોની પ્રાપ્તિ પણ ગુરૂ કરાવે છે. સ્ત્રીઓને પતિનું સર્વોત્તમ સુખ પણ ગુરૂના જ બળથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની સઘળી બાબતોનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો દરેક માણસે ગુરૂનું આરાધન કરવું જ જોઈએ. કારણકે જે શુભ ફળ આપતો ગુરૂ બળવાન હોય તો ઉપરોક્ત તમામ બાબતો માટે તે ગુરૂ હંમેશાં સારૂં ફળ આપશે. વળી જે ગુરૂ નબળો હોય અથવા અશુભ ગુરૂની દશા-અંતર્દશા ચાલતી હોય તો તે ગુરૂ ઉપરની તમામ બાબતોને ઓછા વત્તા અંશે પણ ખરાબ અસર કરવાનો જ. આથી ખાસ ઉપર બતાવેલી રીતે ગુરૂની શાંતિ કરવી જોઈએ, જેથી દરેક પ્રકારે સુખશાંતિમાં વધારે થાય તથા કઈ પણ પ્રકારની પેટી ઉપાધિઓ આવે તો પણ તેમાંથી બચી શકાય.
ગુરૂને માટે જે જે દાનની વસ્તુઓ કહેલી છે તે સઘળી વસ્તુઓ ગુરૂને પ્રસન્ન કરનારી છે. આથી માણસે ખાસ તે વસ્તુઓને ગુરૂની પૂજા આરાધનામાં ઉપયોગ કરવો જોઈએ. વળી તે સઘળી વસ્તુઓને માણસે પોતે પણ પોતાની શક્તિ પ્રમાણે વધારેમાં વધારે ઉપગ કરે જોઈએ. આ રીતે ગુરૂની પ્રીતિ કરાવનારી સઘળી ચીજોનો વધુ ને વધુ ઉપયોગ કરવાથી ગુરૂ વધારે પ્રતન્ન થઈને માણસને અનેક પ્રકારના લાભ આપે છે તથા ધન, સંતાન, સુખ, યશ વિગેરેમાં પણ વધારો કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org