________________
ગુરુ-પુષ્પરાગ
પ૭
અશુભ ફળ આપતો ગુરુ : માણસની પોતાની જન્મરાશિ અથવા ના મરાશિથી ગણતા ગોચરમાં જે ગુરૂ પહેલા સ્થાનમાં ફરતો હોય તો તે અશુભ ફળ આપનાર ગણાય. એ જ પ્રમાણે ત્રીજા ચેથા અથવા છઠ્ઠા સ્થાનમાં રહેલે ગુરૂ પણ અશુભ ફળ જ આપે છે. જ્યારે જ્યારે ગુરૂ ગેચરમાં પોતાની રાશિથી આઠમા, દસમા અથવા બારાજા સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે ગુરૂ પણ અશુભ અસર.. ઉપજાવે તથા માણસને અનેક પ્રકારે મુશ્કેલીઓમાં લાવી મૂકે છે,
ઉપર પ્રમાણે ગોચરમાં જ્યારે જ્યારે ગુરૂ અશુભ બને અથવા અશુભ ફળ આપતા ગુરૂની દશા કે અંતર્દશા ચાલતી હેય ત્યારે તે ગુરૂ માણસને માટે ભયંકર આર્થિક કટોકટી સર્જે છે. વળી માણસને અનેક નાનાં મોટાં કારણોને લીધે આ ગુરૂ કંકાસ કરાવે છે. તે ધારેલાં કાર્યોમાં તેને જરા પણ સફળતા સાંપડતી નથી. કૌટુંબિક બાબતોમાં અશાંતિ ઉત્પન્ન થાય છે. વળી પોતાના સ્વજનો સાથે મનદુઃખ થવાના પ્રસંગે પણ આવે છે. આમ જ્યારે જ્યારે ગુરૂ અશુભ ફળ આપનારે બને છે ત્યારે ત્યારે તે માણસને. ચારે તરફથી ઉપાધિઓ અને મુશ્કેલીઓના વમળમાં ધકેલી દે છે. જયારે જ્યારે ગુરૂ અશુભ બને ત્યારે ત્યારે માણસે યોગ્ય વિધિ કરીને તે મુરની શાંતિ માટે તેની પૂજા આરાધના કરવી જોઈએ. ગુરૂની અશુભ અસર દૂર કરવા અને શુભ ફળ મેળવવા માટે ખાસ કરીને જે વિધિ કરવામાં આવે છે તે અહીં આપી છે.
વિધિ ઃ માણસને જયારે ગુરૂ નબળી અસર આપતો હોય ત્યારે, . ખાસ કરીને તેણે ગુરૂવાર કરવા. પીળો પોખરાજ એ ગુરૂનું નંગ ગણાય છે. ઉત્તમ સેનાના જેવા રંગને પોખરાજનો સારો પત્થર નંગ તરીકે લેવો તથા તેને શુદ્ધ સોનામાં મઢાવી તેની વીંટી બનાવવી. આ વીંટીમાં બ્રાહ્મણ પાસે ગુરૂની પ્રાણપ્રતિષ્ઠા કરાવવી. તે પછી . દરરે જ તેનું પૂજનઅર્ચન કરીને તે વીંટીની સામે ગુના મંત્રના જપ. ગ્ર ર.–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org