________________
પ૬
ગ્રહો અને રને
પોખરાજના પત્થરના હાર્દમાંથી બનાવેલું રત્ન તેજસ્વી તથા પાણીદાર હોય છે. તેને રંગ પણ પોળ સે ટકા શુદ્ધ સેનાના રંગ, જેવો હોય છે, આ પ્રકારના રંગને પખરાજ સર્વોત્તમ ગણાય છે. કુદરતી રંગ તથા કુદરતી તેજ વાળા સ્વચ્છ નિર્મળ કાંતિવાળા પોખરાજ ગુરૂનાં સઘળાં તો પૂરાં પાડવાની શકિત ધરાવે છે.
ઉપર બતાવ્યા મુજબનું પોખરાજનું ઉત્તમ રત્ન ધારણ કરનાર માણસ તીર્ણ બુદ્ધિવાળા, વિદ્વાન તથા પૂજનીય બને છે. ગુરૂનાં ત મેળવવા ઇચ્છતા માણસ આવા પ્રકારનું ઉત્તમ પોખરાજનું રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ.
શુભ ફળ આપતે ગુરુ : માણસની જન્મ રાશિથી અથવા નામ રાશિથી ગણતાં બીજ, પાંચમા, સાતમા નવમા અથવા અગિયારમા સ્થાનમાં જે ગુરૂ આવતો હોય તો તે ગુરૂ હંમેશા શુભફળ આપનારે ગણાય છે. ગુરૂ જ્યારે ગોચરમાં આ પ્રમાણે શુભ બને ત્યારે માણસને તે દરેક પ્રકારનું સુખ આપે છે. આ સમય દરમ્યાન ગુરૂ કૌટુંબિક સુખમાં વધારે કરે છે તથા મિત્રો વિગેરેના સંબંધને વધારે ગાઢ બનાવે છે. ગુરૂ જ્યારે શુભ હોય ત્યારે માણસને ધનને પણ લાભ કરાવે તેમ જ તે માણસની બુદ્ધિશક્તિને વિકાસ કરે અને માનઆબરૂમાં પણ વધારો કરાવનાર તથા નવા સંબંધો ઊભા કરાવનારે. નિવડે છે.
જે તમારી રાશિથી ગોચરમાં ગુરૂ ઉપર પ્રમાણે શુભ સ્થાનમાં ફરતો હોય અથવા શુભ ફળ આપનારા ગુરુની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય તો પણ ગુરૂની પૂજા આરાધના કરવી જોઈએ. ગુરૂ સારે હોય ત્યારે તેની પૂજા આરાધના કરવાથી તે વધારે શુભ ફળ આપનાર નીવડે છે અને જયારે તે ન બને ત્યારે તે પિતાની ખરાબ અસર વધુ આપી શકતો નથી આથી પિતાનું કલ્યાણ ઇચછના માણસે કાયમ ગુરૂની આરાધના કરવી જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org