________________
૪૮
ગ્રહો અને રત્ન
લીલે ન હોવો જોઈએ પણ મેરપીંછના જેવો હોવો જોઈએ. વળી તદ્દન પારદર્શક કાચના જે, કોઈ બીજા રંગની જરાપણ છાંટ વગરને અથવા કોઈપણ જાતના ડાઘ વગરનો હોવો જોઈએ. તેમાં ચીરા અથવા ખાડા પડેલા ન હોવા જોઈએ.
તદ્દન સ્વચ્છ નીતર્યા પાણી જેવો, ઉત્તમ રંગનો અને તેજસ્વી પત્થર ધારણ કરવાથી ટૂંક સમયમાં જ તે માણસને અનેક પ્રકારે લાભ દેખાડે છે. આ રત્ન ધારણ કરવાથી માણસે બુધનાં તો ઘણા વિશાળ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે વધુ ને વધુ સુખી બની શકે છે.
શુભ ફળ આપતો બુધ : તમારી જન્મરાશિથી ગણતાં અથવા નામની રાશિથી ગણતાં જ્યારે જ્યારે બુધ બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં, આઠમા સ્થાનમાં, દસમા સ્થાનમાં અથવા તો અગિયારમા સ્થાનમાં આવે ત્યારે ત્યારે તે બુધ શુભ ગણાય છે અને તે શુભ ફળ આપે છે. આ પ્રમાણે જે બુધ સારા સ્થાનમાં રહેલે હોય તો તેનાથી માણસનું રૂપ, કાંતિ તથા ભામાં ઘણો જ વધારે થાય છે આ બુધ માણસને અનેક પ્રકારે લાભ આપે છે, માણસને આનંદના સમાચાર મળે છે ભાઈબધેથી પણ આ બુધ લાભ કરાવે છે. આ બુધ માણસના ભાગ્યને ઉદય કરાવે છે. - ઉપર પ્રમાણે બુધ સારા સ્થાનમાં રહેલે હેય અને શુભ ફળ આપનારો હોય તો પણ માણસે બુધની પ્રસન્નતાને માટે બુધનું આરાધન કરવું જોઈએ. એમ કરવાથી બુધ વધારે પ્રસન્ન થાય છે અને માણસના સુખમાં અનેકગણો વધારો કરે છે તથા માણસને ધનધાન્યથી સમૃદ્ધ અને ઉત્તમ કીર્તિવાળા તથા બુદ્ધિશાળી બનાવે છે.
અશુભ ફળ આપતો બુધ : પોતાની જન્મરાશિથી અથવા નામરાશિથી ગણતાં ઉપર બતાવેલાં સ્થાને સિવાયના સ્થાનોમાં એટલે કે પહેલા, ત્રીજ, પાંચમ, સાતમા, નવમા અથવા બારમા સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org