________________
બુધ.
પાનું
- પાનાના પથ્થરમાં બુધનાં સઘળાં તવે પુષ્કળ પ્રમાણમાં મળt આવે છે. આથી પાનાને બુધનું રત્ન ગણવામાં આવે છે. પાનું લીલા રંગનું રત્ન છે અને તેમાંથી નીકળતાં લીલા રંગના કિરણને પ્રકાશ લેવાથી માણસને પોતાને માટે જરૂરી એવાં સઘળાં બુધનાં તો સહેલાઈથી મળી શકે છે.
માણસ જાતને ઉપકારક અને રાજામહારાજાઓના મુગુટોની શેભાને વધારનાર આ રન દુનિયાના ઘણા પ્રદેશમાંથી મળી આવે છે. તેમાં પણ ભારતમાં રાજસ્થાન, આફ્રીકામાં ખાસ કરીને રહેડેશિયા તથા કલંબિયા વિગેરે સ્થળો પાનાનાં મુખ્ય ઉત્પત્તિ સ્થાન ગણાય છે. મારા મત પ્રમાણે કલંબિયાની ખાણે જે જાતનો પત્થર પૂરે પડે. છે તે જાતનો પત્થર કદાચ દુનિયાનો કોઈ પણ પ્રદેશ નહીં આપતો હોય.
આ પત્થરનો રંગ લીલાં કુમળાં પાંદડાં જે જ હોય છે. પૂર બહારમાં ખીલેલી વસંતનાં વૃક્ષો ઉપર કુટેલી તાજી લીલી કુમળી કુંપળોને રગ પણ કદાચ તેની આગળ ફિક્કો જ લાગે કાચ જેવો પારદર્શક સ્વચ્છ પાણી જે નિર્મળ અને કુદરતી તેજથી ભરેલ એવા પાનાને કઈ ટુકડે નજરે પડે તો કદાચ આપણે તેને નીરખતાં ધરાઈએ જ નહીં.
ટૂંકમાં પાનાને રંગ લીલે છે, પાનું પસંદ કરતી વખતે ખાસ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પાનાનો રંગ એકદમ ઘેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org