________________
નંગ પહેરવાની પ્રથા
૧૫૧
બુધમંત્ર પૃષ્ઠ ૫૦ : (૧) પ્રિયંગુ પુષ્પની કલિકા જેવા શ્યામ, રૂપમાં અપ્રિતમ બુધ, જે સૌમ્યગુણ હોવાથી સૌમ્ય નામે પ્રખ્યાત છે તે બુધને નમું છું.
(૨) જગતમાં ઉત્પાતરૂપ બનતાં ચંદ્રના પુત્ર, મહાન પ્રકાશવાળા, સૂર્યને પ્રિય, વિદ્વાન બુધ મારી પીડા હરો.
ગુરૂમંત્ર પૃષ્ઠ ૫૮ (૧) દેવોના અને ઋષિઓના ગુરુ, જે સુવર્ણ જેવા છે, બુદ્ધિમાન છે, ત્રણે લેકમાં શ્રેષ્ઠ છે તે બૃહસ્પતિને નમું છું
(૨) દેવોને સલાહ આપનારા, મોટી આંખવાળા, લોકોનું હિત કરવામાં મચ્યા રહેનારા, અનેક શિષ્યવાળા ગુરૂ મારી પીડાને હરે.
શુક્રમંત્ર પૃષ્ઠ ૬૮: (૧) હિમકુંદ પુષ્પના રેસાની કાંતિવાળા, દૈત્યોના શ્રેષ્ઠ ગુરુ, સર્વશાસ્ત્રને બોધ કરનાર ભૃગુઋષિના પુત્રને નમું છું.
(૨) દેત્યોને સલાહ આપનારા, તેમના ગુરુ, પ્રાણ આપનારા, મહા બુદ્ધિશાળી, તારા અને ગ્રહોના પતિ હે ભૃગુ ! મારી પીડા હરે.
શનિમંત્ર પૃષ્ઠ ૮૦ (૧) નીલભંજન જેવા પ્રકાશવાળા સૂર્યના પુત્ર, યમના મોટાભાઈ છાયા સૂર્યથી ઉત્પન્ન થયેલા શનિ દેવ જે ધીમી ગતિવાળા છે તેને નમું છું.
(૨) સૂર્યના પુત્ર, દીર્ઘ લાંબા શરીરવાળા, મોટી આંખેવાળા, શંકરને પ્રિય, ધીમી ગતિવાળા, ચિત્તમાં પ્રસન્ન રહેનારા શનિ મારી પીડા હરે.
હુમંત્ર પૃષ્ઠ ૯૩: (૧) અર્ધ શરીરવાળા, મહાબળવાન, ચંદ્ર સૂર્યનું ભાનભંગ કરનારા, સિંહિકાથી ઉત્પન્ન થયેલા રાહુને નમન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org