________________
૧૫૦
રહે અને રત્ન
છે. પણ મોટે ભાગે તો જેશી પોતે જ યજમાન માટે નંગની પૂજા વગેરે કરે છે ને મંત્રના જપ કરે છે. આ મંત્ર જપની સંખ્યા વિભાગ ૧માં આપેલી છે. જે વ્યકિત પોતે જ જપ કરવા માગતી હોય તો તેણે મંત્રનો અર્થ સમજીને જપ કરવા જોઈએ. પૌરાણિક મંત્રના અર્થ :
સૂર્યમંત્ર પૃષ્ઠ ૧૪: (૧) હીં (વ્યાતિ છે) જાસુદના પુષ્પ જેવા, કશ્યપ મુનિના પુત્ર જે મહા તેજસ્વી છે, અંધારાંને નાશ કરે છે ને સર્વ પાપ નાશ કરે છે તે દિવાકર સૂર્યને નમું છું.
(૨) હીં ગ્રહોમાં સૌથી પ્રથમ આદિત્ય છે ને તે ત્રિલકનું રક્ષણ કરનાર છે. આ સૂર્ય ખરાબ સ્થાનમાં આવવાથી ઉત્પન્ન થતી મારી પીડાનો નાશ કરે.
ચંદ્રમંત્ર પૃષ્ઠ ૨૪: (૧) દહિ, શંખ, હિમની કાંતિ જેવા, ક્ષીર (દૂધ)ના સાગરમાંથી ઉત્પન્ન થયેલા, શંકરના મુગટના અલંકાર બનેલા સોમ નામના ચંદ્રને નમું છું.
(૨) રોહિણી નક્ષત્રના અધિપતિ, અમૃતની મૂર્તિ, અમૃતનાં ગાવાળા, અમૃતનું ભોજન કરનારા ચંદ્રમા અનિષ્ટ સ્થાને આવતાં ઉત્પન થતી પીડાને નાશ કરે.
મંગળમંત્ર પૃષ્ઠ ૪૦: (૧) પૃથ્વીમાંથી ઉન્ન થયેલા, વીજળી જેવી કાંતિવાળા, હાથમાં શક્તિ શસ્ત્ર ધારણ કરનારા મંગળને નમું છું.
(૨) પૃથ્વીના પુત્ર, મહા તેજવાળા હમેશાં જગતને ભય આપનારા, વરસાદ કરનારા, વરસાદ અટકાવનારા મંગળ મારી પીડાને નાશ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org