________________
નંગ પહેરવાની પ્રથા
૧૪
વિચાર કરીને જ કયા ગ્રહનું નંગ તે ભાવનાં ક્યા ફળ માટે સારું છે તેને વિચાર કરીને નંગ લેવું. વિધિસર સ્થાપના કરી રાજ તેની પૂજા, સ્તોત્ર પાઠ ને માળા ફેરવવી તે ફળ મળે. એમ કરવામાં ન આવે ને કાકતાલીય ન્યાય પ્રમાણે ફળ મળી જાય તો તો ઠીક ને ન. મળે તો પછી જ્યોતિષ શાસ્ત્ર નકામું છે એમ વ્યક્તિ માને.
!
નંગ પહેરવાની પ્રથા
નંગ પહેરવાના ક્યારથી શરૂ થયા તે વિષે તો વેદ-સહિતામાંથી જાણવા મળે છે કે દેવોને પણ રને પહેરાવવામાં આવતાં હતાં. એમના મુગટમાં શુદ્ધ નંગે રહેતાં. રાજા મહારાજાઓના મુગટમાં નંગ રહેતાં. પણ આ બધું વૈભવ, શોભા ને આનંદ માટે છે. ગ્રહો અંગે પુરાણોક્ત અને વેક્ત મત્રો છે પણ તે ગ્રહોની આરાધના માટેના સ્તુતિ મંત્રો છે ને તે ગ્રહોના નંગે ને ગ્રહોનું પ્રતીક ગણી તેની પુજા વિધિ વગેરે માટે છે. ગ્રહનાં નંગ એટલે આ ગ્રહનું આ નંગ છે તે તો ગ્રહોના રંગના આધારે નકકી થયું હશે ને તે અંગે કિંમતી-મૂલ્યવાન પથ્થરો લેવામાં આવેલા હશે ને તેને એપ આપી વિશેષ આકર્ષક બનાવાયા હશે–દેવની મૂર્તિની જેમ.
કુદરતી રીતે જોવા જઈએ તો મણિધર નામનું રત્ન કુદરતી છે તેમ સંસ્કૃત કવિએ લખે છે. તેમ મદઝરતા હાથીના કુંભસ્થળમાં મોતી પાકે છે (જે મોતીઓ હાથીને પંજાઓથી ઝપેટીને મારનાર સિંહના નખમાં હાથીનાં કુંભસ્થળમાંથી ભરાઈ જાય છે ને સિંહના પંજા ચળકે છે). જેમ હીરે કોલસાની એક ઉત્પત્તિ છે ને પાસા પાડવાથી સુશોભિત થાય છે તેમ બીજા નગે પણ એવા પથ્થરોની ઉત્પત્તિ હશે. પણ ગ્રહો સાથે નંગને સંબંધ કઈ રીતે બંધાયો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org