________________
૧૪૨
ગ્રહ અને રને મળે છે. અને બીનઅનુભવીઓને નંગ વેચનારા છેતરે છે. ખાસ કરીને ગુરૂ તથા શનિનાં નંગ લેનારને વિશેષ વેઠવું પડે છે. કેમકે ગરજાઉ જોઈને વેચનારા ભાવ મનમા માગે છે. લેનારને ખબર પડતી નથી કે નંગ કઈ રીતે બનાવટી-નકલી છે અથવા જંગમાં છે દોષ છે. દુષિત નંગ ધારણ કર્યાનું કેઈ ફળ મળતું નથી.
દેષ એટલે નંગમાં નરી નજરે ન દેખાય એવી ફાચર, દાણા, તલ, મિશ્ર રંગ, કણી વગેરે હોય છે. તેમ કેટલીકવાર નાના નંગનું કેરેટ વજન વધુ હોય છે ને મેટા નંગનું કેરેટ વજન ઓછું હોય છે. વળી જોશીઓ પણ આવાં નંગ પાસે રાખીને ઘરાકોને પોરવે છે અથવા નંગ વેચનારને બેલાવી પોતાનું કમિશન (પોખરાજ, નીલમણિ, નીલમ વગેરેમાં) પચાસ, સો રૂપિયા જેટલું રાખી પુષ્કળ વખાણ કરીને ઘરાકને તે લેવા કહે છે ને ઘરાક લે છે. આમ પોખરાજ જેવું નંગ ત્રણ ચાર કે તેથી ઉપર વેચાય છે. પછી પૂજા ને જપનો ખર્ચ ચડે છે. ફળ તો મળવાનું હોય ત્યારે મળે પણ પ્રથમ તો ખર્ચ રૂપી ફળ ગ્રાહકને અવશ્ય મળે છે.
વારંવાર નંગ જોનાર તરત જ પારખી શકે છે કે નંગ સાચું છે કે બનાવટી અમારી પાસે શનિનું નંગ હતું તેની કિંમત ઘણી જ વિચિત્ર થતી. કેઈ સાતસે તો કઈ સવાસો, કઈ પાંચસો એમ કહેતું, આથી નંગ પરીક્ષક પ્રામાણિક હોય તેની પાસે નંગની પરીક્ષા કરાવીને લેવું.
આઈગ્લાસ” વાપરતાં શીખવું. સાચું નંગ નહિ હોય ને બનાવટી નંગ હશે તો ફળ નહિ જ મળે. ને કેટલાંક તો ગભરાવશે કે ખોટા નંગની પૂજા કરી છે તેથી હવે ઊલટું ફળ મળશે. ગુરૂ, શનિ, સૂર્યનાં નંગે ખાસ ચોકસાઈ પૂર્વક જ લેવાં. બીજા નંગો ખાસ મોઘાં આવતાં નથી એટલે તેમાં નકલી નંગને શંભુમેળો ઓછો થાય.
પોખરાજ ધોળા રંગને આવે, સહેજ પીળાશ પર આવે, વધુ પીળાશ પર આવે, પૂર્ણ પીળો હોય એવા અનેક રંગની છાયાવાળા મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org