________________
૧૪૦
રહે અને રત્નો
લેવા ગયા તો ન મળે ! ! ! બાથરૂમમાંથી ગટરમાં જાય એવી જાળી નથી. ખૂણેખાંચરે ભરાઈ રહે એવું નથી. આખો ઓરડે, બાથરૂમ બધું બેત્રણવાર સાફ કરાવ્યું. ગુરૂ મહારાજ વીટી સાથે ગયા. નવા મહારાજ ને નવી વીંટી આવી છે ! !
તાત્પર્ય કે ગુરૂ યા સૂર્યને લાઈફ લેનેટ માનો પણ તેનું નંગ વિધિસર પૂજા કરેલું પહેરી રખાય ને રોજ તેને પાઠ મંત્રજપ થાય તો અન્ય ગ્રહોની પીડા ન થાય એવું બનવા સંભવ તો ખરો. આ બે ગ્રહમાંથી કોઈનું પણ રક્ષણ આ રીતે લેવું વધુ યોગ્ય છે. બાકી જેમ તેમ કુંડળીમાં ન ચ ગ્રહ કે સ્થાન ગ્રહ જોઈને નંગ પહેરવું એ ઠીક નથી. કેઈ જેશી સૂર્ય, તો કઈ ચંદ્ર, તો કોઈ મંગળ એમ સાતે કે ન જોશીના મતફેર પડે એટલે સાત વારે સાત નંગ પહેરવાં ને સાત વાર કરવા જેવું થયું. જાણીતી વાત છે કે એક પેઈન્ટરે પેરિસમાં સુંદર કલા કારીગીરીનું તૈલચિત્ર તૈયાર કરી મૂક્યું ને નીચે લખ્યું, “જેને આ ચિત્રમાં દોષ લાગે તેણે ત્યાં નિશાની કરવી.” આ આધારે જે જે ચિત્ર જેવા ગયા તે તે પોતાના મત પ્રમાણે નિશાન કરતા ગયા ને આખું ચિત્ર-ચિત્ર મટીને નિશાનને સમૂહ બની ગયું !! તેમ તમે એકવાર કરે ને એક નંગ પહેરે તેનું ફળ ન મળે એટલે બીજા જોશી બીજે ગ્રહ ને નંગ બતાવે, ત્રીજે ત્રીજે ગ્રહ ને નંગ બતાવે. મતલબ આ મોંઘવારીના જમાનામાં તમને આખું અઠવાડિયું એકવાર ખાતા કરીને નવાં નવાં નંગ પહેરવાની તક આપે. અનાજનો બચાવ કરાવે ને બીજી બાજુ આંગળીની શોભા વધારે!!
સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરીએ તો બધા જ ગ્રહ સૂર્યમાંથી બહાર પડેલા છે એમ સિદ્ધ થઈ ચૂક્યું છે. ને તે દરેક ગ્રહ સૂર્યની આજુબાજુ ફરે છે, સારાંશ, સૂર્ય તેને પોતાની આજુબાજુ પોતાની આકર્ષણ શક્તિના યોગે ફેરવે છે આથી તે ગ્રહાધિપ તે છે. સૂર્યને સ્વતંત્ર વિચાર કરીએ તો તે મહાન અગ્નિ કુંડ છે, જેમાં અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org