________________
સૂર્યનું નંગ
૧૩૯
આપી પછી તે મેં શ્રદ્ધાથી પહેરી. પ્રથમ વાર હું એમ. એ.ની પરીક્ષામાં નાપાસ (કમનસીબ યોગે-જે અહીં લખવા જેવું નથી) થયેલો તે હું અહ૫ પ્રયાસે છ મહિનાના ભાંગ્યાતૂટયા નવા અભ્યાસ ક્રમમાં (બે વર્ષને અભ્યાસક્રમ ખરે પણ એકવાર નાપાસ થાય તે તેને માટે એક વર્ષનો અભ્યાસક્રમ ચાલુ રહે ને બીજા વર્ષને નવો કરવો પડે) પાસ થઈ ગયો. વિવાહ થયે, લગ્ન થયાં. નોકરી નહોતી મળતી, તે મળી. આ ગુરુનું નંગ વર્ષ પચ્ચીસ પછી (ગુરૂના બે પરિક્રમણ પૂરાં થયે) હું ગણપતિ ચોથે ગણપતિની પૂજા કરી ઊઠે ત્યારે વીંટીમાં નંગ ન મળે !! પૂજા કરવા બેઠે તે પહેલાં હતું જ. બધું શોધી વળ્યા. ગણપતિ પર ચઠાવેલી પત્રી પુષ્પ બધું ઝીણું નજરે શેપ્યું.
ઉગ થય. સુરત આવી ચોકસીને ત્યાં નંગ લેવા ગયો. એક મહિના બાદ બરાબર એ જ પ્રકારનું નંગ મળ્યું. ફરી વીંટી કરાવી વિધિસર પૂજા કરી પહેર્યું. બરાબર એક વર્ષ બાદ હું મારી નિશાળની ઓફિસના ટેબલનું ખાનું એક અગત્યના પત્ર માટે શોધવા બેઠો પત્ર ન મળ્યો એટલે ખાનું જમીન પર ઠાલવ્યું. ખાનામાં નજર પડી તે બે પાટિયાની વચ્ચે ચળકતું મને કાંઈ દેખાયું. સયા વડે તે કાઢ્યું. ગુરૂ મહારાજ ! મારા ટેબલના ખાનામાં ને તે પણ બે પાટિયાની ફાટમાં ! '
કારકુન આવી કુતુહલથી જોવા લાગ્યો ને બે, “સાહેબ! તમારું તે વખતે નંગ ખોવાયું હતું તે કાગળ મૂકતાં લેતાં આ ખાનામાં પડી ગયેલું, બીજુ કાંઈ નહિ” મેં કહ્યું કે, “બને પણ તે આ બે પાટિયાની ફાટમાં ?' ઈશ્વરેછા ગુરૂદેવ પધાર્યા
આ વીંટી હમણું વર્ષ પર સવારે પાંચ વાગે સ્નાનાદિકાર્ય માટે પથારીમાંથી ઊઠતાં જઈએ બાંધી. અન્યત્ર કાંઈ ગયો નહિ. નાહીને પૂજા કરતાં ગુરૂની પૂજા કરવા વીંટી જનોઈએથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org