________________
નંગ પહેરનારે પાળવાના નિયમ
૧૩૫
શમીપત્રથી પૂજા કરે તો તે સુખી થાય છે. જો કે જ્ઞાન આપનાર ગ્રહ ગુરુ ગણાય છે પણ આધ્યાત્મિક જ્ઞાન આપનાર શનિ છે. સૂર્યને તેલ પ્રિય નથી, શનિને છે. કેટલીક વ્યકિત શનિવારે તેલ ચોળીને બેસી રહે છે એનો અર્થ નથી. જેમ તેલને અર્થશુદ્ધતા રાખવી એ કરવાનો છે. તૈલ નાનથી શરીર શુદ્ધ બને છે. તેલ ચોળવાથી રકત પ્રવાહ યથાયોગ્ય વહે છે. તેલ ચોળવાથી ગરમી આવે છે. તેલથી વાયુ નાશ થાય છે, શરદી શમે છે. તેમ શનિને કાળો રંગ ગમે છે માટે કોલસાનો જ ઉપયોગ કરવો એવી ધૂન પણ રાખવી નહિ. કાળું વસ્ત્ર પહેરવું એ ઠીક. કાળા મગ કે અડદ ખાવા એ ઠીક, પણ તેલમાં તળેલાં વડાં જ ખાવા જેથી આપણું કટ તળાઈ જઈ નાશ પામે એવી ભ્રમણા સેવવી નહિ. લોખંડના પાટલા પર જ બેસવું એવી ધૂન રાખવી -નહિ. કાળા રંગના ઓરડામાં જ બેસી રહેવું કે અંધારામાં જ રહેવું, કાળાં વેગણ જ ખાવા વગેરે વગેરે બાબતો બુદ્ધિ બહારની છે. શનિનો રંગ કાળો કે ભુરાસ પડતો છે આથી તેવી કોઈક નંગની વસ્તુ ધારણ કરી તેમાં શનિનું ધ્યાન ધરી શનિ સાથે એકાગ્રતા કરવી એ જ મુખ્ય હેતુ ધ્યાનમાં રાખવાનો છે.
કેટલીક વાર કોઈ કોઈ રડીખડી વ્યકિતઓ નંગ અને રંગ પાછળ ઘેલી હોય છે. અને મગજમાં ઊતરે નહિ એવી રીતે કામ કરે છે તે કેવળ હસનીય નીવડે છે. કેઈક ગૃહસ્થને કઈ એ નવગ્રહની શાંતિ કરવા પૂજા વિધિ કરી તેમાં નવગ્રહની વીંટી પહેરવા સૂચના આપી, તે મુજબ નવગ્રહની વીંટી પહેરી. પણ તેને લાગ્યું કે ગ્રહોના રંગ પ્રમાણે કપડાં પહેરવાં ને સૂવાબેસવાના ઓરડાને રંગ પણ એવો રાખવો. આથી દર વારનાં જુદાં જુદાં રંગનાં ગ્રહો પ્રમાણે, કાળાં, પીળાં, લીલાં, ધોળા વગેરે રંગના કપડાંની જેડ કરાવી તેમજ ધરના ઓરડાના રંગ પણ બદલ્યા. ઘરમાં નવ ઓરડા તો મળે નહિ આથી એક ઓરડાને રંગ પીળે કાયમ રાખ્યો પણ બીજા ચાર ઓરડામાં પાસે પાસેની ભીંતના રંગ જુદા રાખ્યા એટલે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org