________________
જીવનદાતા ગ્રહ ને સંસ્કાર ગ્રહનાં નંગ
૧૩૬
નીચે કામ કરે છે. જો તેને સાધીએ તો ગ્રહ શું કરી શકે ! રાજાને સાથ હોય તેને કોણ છેડી શકે ? છતાં જેમ પટાવાળાને રાજી રાખવો જોઈએ તો તે કોઈ દિવસ ઉપરીને ભંભેરે નહિ તેવા. વિચારથી ગ્રહની આરાધના કરવી હોય તો કરી શકાય પણ તેમાં ગુરૂ વધુ પ્રાધાન્ય ભોગવે છે, કારણ કે
ગુરૂ એ જીવ છે ! તે “વિદાંવરી સમજુ શ્રેષ્ઠ પંડિત છે, ગ્રહોની પીડા હરનાર છે, સૌમ્ય છે, દયાવાન છે. નક્ષત્રોને અધિપતિ છે. તેમ તેને બીજા ગ્રહો પણ બાધા, કષ્ટ કરતા નથી. તેને દેવે રક્ષે છે. (જુઓ પૃષ્ઠ ૬૨) દેવોને અધિપતિ છે, દેવોથી પૂજાયેલો છે, વગેરે વગેરે જોતાં જે ગુરૂને પૂજે છે તેને કોઈ પણ ગ્રહ હેરાન કરી શકતો નથી.
આમ હોવાથી બીજા ગ્રહો નબળા છે એવું લાગે તે પણ ગુરૂની આરાધનાથી તે કાંઈ કરી શકતા નથી. ગુરૂ આવરદા આપનાર છે. લક્ષ્મી આપનાર છે, સંતાન આપનાર છે. જ્ઞાન આપનાર છે. આનાથી વધુ શું જોઈએ ! શનિ આવરદા ગ્રહ મનાય છે, પણ ગુરૂ આવરદા. રક્ષક છે. મંગળ ક્રોધી છે પણ ગુરૂ સતત પ્રશાંત છે. મંગળ રોગકૃતરોગનાશન–રોગ કરનારો ને રોગ નાશ કરનારો છે પણ ગુરૂ તો નીરોગી રાખનાર છે. પૃષ્ઠ ૬૨માં છઠ્ઠો મલેક વાંચે. વિરૂદ્ધ પરિસ્થિતિમાં પણ તે શુભ ફળ આપે છે. એને છંછેડવાથી તે ક્રોધી થઈ હેરાન કરનાર પણ ગણાય છે.
ગુરૂ એકલો આ પ્રમાણે ફળ આપે છે. શનિ કે મંગળ રાહુના અશુભ યોગમાં હોય તો ગુરૂ નિર્બળ ગણાય છે પણ પરમાત્માનું શરણ લઈ તેની શુદ્ધ ભાવથી સ્તુતિ કરી જપાદિ કરીને ગુરૂને બળ. આપવામાં આવે તો બીજ ને ગ્રહોનાં ફળ પરિપાક પામે નહિ. એમ અમારું માનવું છે. " કુંડળીમાં ગુરૂ દેહભાવને માલિક બની દેહભાવને ગમે તે ભાવથી જેતો હોય, અથવા સ્વગ્રહી કે ઉચ્ચનો થઈ દેહભાવ, આયુર્ભવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org