________________
ક્યા ગ્રહનું નંગ નક્કી કરવું ?
૧૨૯
જમવામાં પણ જાડાં અનાજ બાજરી, બાવટો વગેરેને રોટલો ને મીઠું આમ, આમ કંગાળ રીતે અઢાર દિવસ એના કઢાવ્યા ને તે કંટાળી ગયો. તિષીએ અમને કહ્યું કે છ માસમાં આ પ્રયોગ પછી આ વ્યકિતને સારી નોકરી મ્યુનિસિપલ ગટર ખાતામાં મળી ને તેનો ઉદય થયે ! રાહુ ભાગ્યમાં હતો ને !
આવા પ્રયોગ કરવા કે કેમ તે વિષે અમે કાંઈ કહી શકતા નથી. પણ રાહુનું નંગ પહેરવાથી નોકરી મળી નહિ એમ તે તિષી કહેતા હતા, રાહુનો કયા શુભ યા અશુભ ગ્રહ જોડે શુભ સંબંધ છે તે એમણે જોયું કે વિચાર્યું નહોતું. રાહુનું જીવન કંગાળ ગણાય છે. માટે તેવું જીવન જીવવાથી ફાયદો થયો એમ એમનું માનવું હતું.
જે આ હકીક્ત સત્ય હોય તો જેનો શુક્ર નબળે હોય તેણે શુક્રનાં જેવું લહેરી, ફેન્ટસી, આનંદી,મોજીલું જીવન જીવવું અને મંગળ એવો હોય તો મંગળનાં જેવું લડાયક, ક્રોધી, તામસી, આવેશવાળું જીવન જીવવું ને શનિ એ હોય તો ખૂબ વેઠ કરવી, ગમગીન રહેવું, ઉદાસી બનવું વગેરે વગેરે બાબતો ગળે ઊતરે એવી તો નથી.
આ બધી ચર્ચાને સારાંશ એક જ યોગ્ય લાગે છે કે જે “ગ્રહ કુંડળી જોઈને ફળદાયી થાય એવું નક્કી કરવું અને તે ગ્રહનું નંગ પહેરવું. નંગ પહેરતાં પહેલાં તેની વિધિસર પૂજા વગેરે બધું જ કરવું. તે ગ્રહનું નંગ પહેરવું. નંગ પહેરતાં પહેલાં તેની વિધિસર પૂજા વગેરે બધું જ કરવું તે નંગને યોગ્ય ધાતુમાં તે જડવું, ને પછી રોજ જ તેની પૂજા જપ ને મંત્ર પાઠ કરવા. કેવળ નંગ ધારણ કર્યું એટલે ફળ પ્રાપ્તિને ચમત્કાર થવો જ જોઈએ એવું માનવું ઠીક નથી. નોકરી માટે ઓફિસમાં જઈ બેસી જ રહીએ તો નોકરી મળતી નથી. બેંકમાં નાણાં લેવા જઈ એ તે સીધી રીતે તરત નાણાં મળતા નથી. અમુક વિધિ તે કરવી જ પડે છે. તેમ ટિકિટ લીધી એટલે આગગાડી આવવી જ જોઈએ ને તેમાં જગ્યા પણ મળવી જ જોઈએ એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org