________________
કયા ધાતુની વીંટીમાં નંગ પહેરવું?
૧૨૫
એક પ્રશ્ન છે કે કેટલાંક જોતિષીઓ નવગ્રહની વીંટી પહેરવા સૂચવે છે. તે નવગ્રહની ધાતુને સમન્વય કરીને વીંટી બનાવવી જોઈએ. પણ અમને લાગે છે કે ત્રિધાતુ, પંચધાતુ, સપ્ત ધાતુમાં વીંટી પહેરવાનો ઉદ્દેશ, તે તે ગ્રહને તેનાં નંગને બેડીમાં કેદીને જકડીએ તેમ જકડવાનો હશે. જેથી તે ગ્રહ જેમ કેદી જેલરનાં દબાણથી નરમ પડી જાય. તેમ ધાતુઓનાં દબાણથી નરમ પડી જાય. આ કેવળ વિચાર છે. કોઈ સબળ પુરાવો અમારી પાસે નથી. એક દૃષ્ટાંત ટાંકુ છું.
એક પ્રખર જ્યોતિષી સુરતમાં જદાખાડીમાં વર્ષો પહેલાં રહેતા હતા. શક્તિ ભક્ત હતા. નાણુની સ્થિતિ કફોડી હતી. અમારા મિત્ર હતા. પોતાની એક ગુપ્ત વાત કહેતાં કહેતાં રડી પડવા. વાત નાણું – દેવું વગેરેની હતી. મેં કહ્યું કે તમે શક્તિને સાધો. એટલે કહ્યું કે મેં સાધ્યાં. આ યંત્ર નાગરવેલના પાન પર કસ્તુરીથી ચિતરી, વિધિસર પૂજા કરી, માતાજીની કૃપા ચાચી તે નાગરવેલના પાન પર માતાજીનાં દીપકનું સ્થાપન કરી મેં સંપુટિત ચંડીપાઠ કીધા. નવમે દિવસે સ્વપ્ન આવ્યું કે તું તારે ગામ જા. તારા ઘર પાછળ પચાસ ફૂટને અંતરે એક વૃક્ષ છે તેની બાજુમાં ઉત્તર દિશામાં ખોદ. જે મળે તે તારું–પછી માગીશ નહિ. હું તરત જ મારે ગામ ગયે. ઘરની પૂર્વ દિશામાં આશરે પચાસ ફૂટ દૂર વૃક્ષ હતું. મેં ઉત્તર દિશામાં છું. મારી કેદાળી એક વસ્તુ સાથે અથડાઈ. ઉશ્કેરાટ ને આનંદમાં તે વસ્તુ કાઢી તે તે પેટી હતી. તેમાંથી પાંચ છ પિત્તળનાં વાસણો નીકળ્યા ! ! !
માતાજીના મંત્ર ઉપર દીપક મૂકી અનુષ્ઠાન કરનારને બીજું શું મળે ! આપણે દેવ દેવીને સતાવીને લેવા જઈએ એમાં શું મળે ? ગ્રહને ત્રણ, પાંચ, સાત ધાતુમાં જકડેયે કેદ કરવાથી શું વધુ ! વાઘ પાસે બકરી બાંધી તેને સુંદર ચારે આપવાથી કંઈ ફળ સિદ્ધ થાય!
કંગાળ દશામાં મરવું સારું પણ દેવ, દેવી કે ગ્રહોને સતાવી દબાવીને ફળ પ્રાપિત કરવાની ઈચ્છા ન કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org