________________
૧ર૪
રહે અને રને
જેટલે જ પ્રકાશમાન છે. તેને શુદ્ધ સોનું સત્ય જેટલું જ પ્રકાશમાન છે. છતાં શુદ્ધ ચાંદીમાં શુક્ર પહેરે એ વધુ યોગ્ય છે, એમ અમને લાગે છે.
શનિ-શનિને પૂજવા તલ તથા લોખંડની જરૂર જ છે. શનિ સ્તોત્રમાં લોખંડની શનિની મૂર્તિ બનાવીને પૂજવાનું કહ્યું છે. આમ અતિ નિકટ સંબંધ શનિને લેખંડ જોડે છે–મંગળ કરતાં પણ. મંગળ લેખંડનાં યંત્ર, કેઈપણ ધાતુનાં યંત્ર માટે મુખ્ય છે. પણ શનિમાં યંત્ર આવતાં નથી–લેખડ અને ખનિજ પદાર્થો. આથી શનિનું નંગ લખંડની વીંટી યા લેખંડના તારની વીંટીમાં પહેરવું જ વધુ યોગ્ય છે. પણ તે મનને ગમે નહિ ને !
રાહુ-આ લખંડને યોગ્ય છે. રાહુ પણ શનિ જેવો કાળો છે. પણ લેખંડ મુખ્ય તો શનિ માટે અમને લાગે છે. આથી શનિનું “સીસું” રાહુનાં ગોમેદક નંગ માટે વધુ ઠીક લાગે છે.
- કેતુ-આની ગણતરી વિશેતરી દશાના હિસાબે જ છે છતાં તે રાહુનું પ્રતિયોગ બિંદુ છે. નંગ લસણ છે. લસણની ફોલેલી કળી જેવો એને રંગ છે. તો કલઈ જે ગુરૂની ધાતુ ગણવામાં આવી છે તે ધાતુ કેતુને માટે ગણવી જોઈએ ને તેમાં વીંટી પહેરવી જોઈએ. - આ વિધાનો શાસ્ત્રોક્ત નથી. વિચાર કરતાં અમને બધું ઠીક લાગ્યાં છે. જો કે અજમાવી જેવા પ્રસંગ આવ્યો નથી.
કેટલાંક ત્રિધાતુ, પંચધાતુ, સપ્ત ધાતુમાં નંગ પહેરવા સૂચના કરે છે તે સૂચના કદાચ તે તે ગ્રહો અન્ય ગ્રહોની દષ્ટિના ચગે કરના હશે એમ માની લઈએ છીએ. જેમ કે ‘મંગળ’ શનિ, બુધ ને ચંદ્રની દષ્ટિમાં છે તો મંગળને આ ત્રણ ગ્રહની ધાતુની બનાવેલી વીંટીમાં પહેરો. પણ આ હિસાબે ચાર ગ્રહની દષ્ટિ હોય તો ? ચારમાં મુખ્ય ગ્રહની ધાતુ મેળવી પંચ ધાતુ કરવી. કેમ કે ત્રણ, પાંચ, સાતને મેળ એકી રાશિને છે, ને ચાર કે છ ગ્રહોની દૃષ્ટિ હોય તો એકી સંખ્યામાં જવા માટે તે ગ્રહની ધાતુ ઉમેરવાથી દોષ નથી આવતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org