________________
૧૧૬
ગ્રહે અને રને
જેવા ગ્રહોનાં શુભકિરણે ગ્રહણ કરવા માટે આપણું માનસ યોગ્ય બળ મેળવી શકતું નથી ને તેથી અશુભકિરણો આપણું દૂષિત માનસ પર પડે ને ફળ ન મળે અથવા ઊલટું મળે. યાદ રાખવું કે પ્રહનાં સૂક્ષ્મકિરણે ઝીલવા માટે માનવ માનસ ખૂબ સબળ રહેવું જ જોઈએ ને તે જ તે ગ્રહની નબળી અસર આપણું માનસ પર ન પડતાં શુભ અસર પડે ને શુભ ફળ મળે. - ખાસ કરીને શનિ મંગળ જે પાપગ્રહની દ્રષ્ટિમાં હોય, પાપકર્તરિમાં હય, નેષ્ઠ સ્થાનમાં હેય તો ખૂબ ધ્યાન રાખવું. ફક્ત નંગ પહેરવાથી કાંઈ નહિ વળે. તે જ રીતે સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહ પણ પાપ દષ્ટિથી કે નેષ્ઠ સ્થાનના માલીક બનવાથી અથવા નેષ્ઠ નક્ષત્રમાં હોવાથી નબળું ફળ આપે તે માટે પણ ઉપરની હકીકત ધ્યાનમાં રાખવી.
નંગ પહેરનારે ગ્રહોના ગુણે, અવગુણ શુભ અશુભ અસરો ધ્યાનમાં રાખી તે તે ગ્રહ સાથે ચિત્તની એકાગ્રતા રાખી હરરોજ જપ કરવા (યથાશક્તિ) ને ગ્રહનું ધ્યાન તે નંગ દ્વારા કરવું. અને પછી એકવાર ભોજન કરવું કે ઉપવાસ કરવો વગેરે વિધિ કરવી. આમ કરવામાં આવે તો શુભ ફળની આશા રહેશે. - બીજું ધ્યાન રાખવાનું છે કે ગ્રહની અસર સમગ્ર કુંડળીને નિર્બળ બનાવી દેતી હશે, સમય ઘણે જ માઠો દેખાતો હશે તે નંગ પહેરવાથી કાંઈ નહિ વળે. દખદેવની એકધારી ઉપાસના હરરેજ કરતાં નંગ પહેરાય તો રાહત મળશે નંગ કેઈ એવો ચમકાર નથી કે ચાંપ દાબી કે લાઈટ થાય. લાઈટની ચાંપ દાબતાં પણ જે ફયુઝ ઊડી ગયું હોય, વાયર કપાઈ ગયા હોય તો થાય અંધારૂં કે ભાકે. નંગ ધારણ કરનારે નંગને શુદ્ધ રાખવા તથા ગ્રહના ગુણેના આધારે ચારિય શુદ્ધિ રાખવા ખૂબ ચેકસાઈ રાખવી તો નંગનું ફળ મળશે.
ગુરૂનું નંગ હરહંમેશ સારું રહેશે ને દરેક વાતે રક્ષણ કરશે, પણ નિયમમાં રહેવાની ત્યાં પણ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org