________________
ક્યા રહેનાં નંગ પહેરવાં?
૧૧૫ કેટલીક માન્યતા
ઘણા માને છે કે ગ્રહનું નંગ પહેલું કે ફળ મળે. મળવું જ જોઈએ ઘણું કહે છે “મેં મંગળનું નંગ પહેર્યું, મારે ત્યાં પુત્ર જન્મે.” “મેં ગુરૂનું નંગ પહેર્યું, મારા સોદા હવે બરાબર પાર ઊતરે છે” વગેરે. ઘણા આનાથી ઊલટું કહે છે “હું ગુરૂનું નંગ પહેરું છું હજી કાંઈ ઠેકાણું પડતું નથી.” “હું કયું નંગ પહેરું તે મારા લગ્ન થાય ?” વગેરે વગેરે જોતાં લેકે એમ માનતા લાગે કે છે નંગ પહેર્યું એટલે પત્યું. ફળ મળવું જ જોઈએ. આગગાડીની ટિકિટ લીધી તો જગ્યા મળવી જ જોઈએ. પણ ગાડી ચિકાર હેય તે ! આ વિચાર કરતા નથી. કેઈને એકાએક ફળ મળી જાય છે. તેમાં “કાગનું બેસવું ને તાડનું પડવું' એવું બને છે
ખરું જોતાં બને ત્યાં સુધી શનિનું નંગ ન જ પહેરવું. કઈ પણ ગ્રહનાં નંગ પહેરનારે કડક નિયમનું પાલન કરવું જોઈએ. શનિનું નંગ પહેનારે કડક બ્રહ્મચર્ય ને તે નહિ તે માનસિક કે શારીરિક વ્યભિચારથી દૂર રહેવું જ જોઈએ. શનિના ગુણો ધીરજ, શાંતિ, ખંત મહેનત, ઠરેલપણું, સહનશીલતા, ચારિત્રય યુદ્ધતા, કપટહીનતા, વગેરે અપનાવવાં જોઈએ. રેજ શ્રદ્ધાપૂર્વક–વિધિથી પૂછત પહેરાયેલા નંગની પૂજા કરી તે ગ્રહના ગુણે મનથી વિચારી તે ગ્રહ સાથે ચિત્તની એકાગ્રતા કરી તેનાં સ્તોત્રને કંપમાં કમ નવ વાર મુખપાઠ કરે જોઈએ. આ નંગને દિવસ અને રાત્રિ શુદ્ધ રાખવું જોઈએ. ફકત. શનિનું નંગ પહેર્યું , અડદની દાળ, તલ, ગોળ હનુમાનજીના આગળ મૂક્યાં, અડદનાં વડા ખાધા આટલું જ બસ નથી.
જે ગ્રહનું નંગ પહેરવું કે પહેર્યું હોય તેના ગુણ અવગુણ ને શક્તિનો પૂર્ણ ખ્યાલ રાખીને તે ગ્રહ સાથે ચિત્તની એકાગ્રતા રાખીને તેના જ સ્તોત્રપાઠ રોજ કરવામાં આવે ને નંગ ધારણ કરવામાં આવે તો તે ફળદાયી થાય. એમ કરવામાં ન આવે તે શનિ મંગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org