________________
કયા ગ્રહનાં નંગ પહેરવાં?
૧૧૩
ખેલી. (ચાવી મારી પાસે જ રહેતી.) ત્રિરીનાં ચાર ખાનામાં મૂકેલી શનિની વીંટીવાળી ડબ્બી ન મળે ! બધું શોધ્યું. શનિ મહારાજ ગયા...! આશ્ચર્ય ! મેં નિસાસે નાખ્યો. ઈશ્વર ઈરછા પત્નીને રોજ શનિસ્તોત્ર ભણવા સૂચના આપી. ? પ્રસંગવશાત કરંદીકરનું પુસ્તક ભાગ્યરેખા મારા હાથમાં આવ્યું છે તેમાં મુંબઈને મ્યુઝીયમ વેલ્સમાં શનિ મહારાજનું -આલેખેલું ચિત્ર છે તેની જ આબેહુબ નકલ ફોટા રૂપમાં આ પુસ્તકમાં જોઈ હું મંત્રમુગ્ધ બન્યો. શું સુંદર ચિત્ર ! પણ શનિસ્તોત્રમાં સૂકાં શરીરથી તદ્દન જ ઊલટું પુષ્ય શરીર, લુચ્ચાઈ ભરેલી મીઠી આંખ, મુત્સદ્દી ચહેરે વગેરે હતાં. મેં મારી શાળાના ચિત્રશિક્ષક શ્રી સોનારને એલાવી શાળાના મ્યુઝીયમ માટે વોટર કલરનું ચિત્ર ઉતારવા કહ્યું. એણે ખુશીથી કબૂલ્યું કેમકે એ પણ ચિત્ર જોતાં જ ખૂબ આનંદિત ને પ્રભાવિત થયેલા. બે જ દિવસમાં એણે ફક્ત ભૂરા રંગના શેડવાળું બે ફૂટનું ચિત્ર તૈયાર કરી મને આપ્યું. મેં મઢાવ્યું ત્યાં સોનારે કહ્યું, “સાહેબ ! આ ચિત્ર મ્યુઝીયમમાં રહે તો કઈ તેની કદર નહિ કરે માટે આપ જ ઘેર રાખો.” ઠીક કહીને મેં ઘેર ચિત્ર મોકલ્યું. - બીજે દિવસે મ્યુઝીઅમમાં મહારાજકુમારનું તૈલચિત્ર ચાર “ફૂટનું લાંબુ સુંદર ફ્રેમમાં મઢેલું, તારે લટકાવેલું ધડાકા સાથે તૂટી નીચે પડ્યું. ને કાચની રાજકથી લગભગ મ્યુઝીઅમ હોલ અડધે ભરાઈ ગયા ! બીજે દિવસે બપોરની છુટીમાં એક છોકરો ઓટલા પર ઊભેલે, તેને બીજાએ ધક્કો મારી જમીન પર પાડ્યો ને તે હીહી કરતો હતો ત્યાં ત્રીજા છોકરાએ આવી બીજાને ધક્કો માર્યો. આમ વાનરવેડામાં એક પર એક સાત છોકરાઓ પડ્યા ને રહીહીહી હે હે થઈ ૫ટાવાળે દોડતા મને તેડવા આવ્યો. આ શાળા વિભાગની વીંગ ડે દૂર હતી. હું પહોંચ્યો ત્યાં તો બીજા શિક્ષકોએ આવી છેકરાઓને ઉઠાડી દીધા હતા. પણ પહેલે છોકરો ઇજા પામ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org