________________
૧૦૮
- રહે અને રત્ના
સુધી ફેરફાર કર્યું જાય છે. તે પછી રેખાઓ જામે છે. માટે પુખ્ત વયનું બાળક ન થાય ત્યાં સુધી હસ્તરેખાને વિચાર બાળક માટે ન કરે. પછી પણ જેમ જેમ મગજ પર વાતાવરણની અસર પડે, મગજ પર આંદોલન અથડાય તેમ તેની અસર રક્ત પ્રવાહ મારફત હથેલીમાં પહોંચે ને તેમાં ડાઘા પડે, ઊડી જાય, નવી રેખા પડે, ઊડી જાય, જૂની સુધરે બગડે, વગેરે વગેરે ફેરફાર થાય. જાણીતા હસ્તરેખા શાસ્ત્રી બેન હાય કહે છેઃ એક વ્યક્તિને હાથ એણે એક વર્ષે જે, તેની છાપ લીધી. એક વર્ષ બાદ એ ફરીથી આવ્યો તો હાથની રેખાઓમાં અજબ ફેરફાર થઈ ગયો હતો. એનું માસ અનેક બનાવોથી બદલાઈ ગયું હતું.
ગ્રહને સંબંધ માનવમાનસ જોડે માનીએ તો આ સમજવું સહેલું છે. ગ્રહનાં અશુભ કિરણોની અસર નીચે આવેલું માનસ નબળું પડી ગયું ને રકત પ્રવાહ યથાયોગ્ય કામ કરી ન શકે. કયા ગ્રહની અસર માનસ પર આવી પડી તે શોધવાનું કામ જયોતિષીને છે. હસ્તરેખામાં તે અસર નબળા પડેલા ગ્રહના પહાડ પરથી સમજી શકાય.
જે આ બાબતનું પ્રથમ ભાન થયું હોય ને તે નબળા પડે એવા. ગ્રહનું શુદ્ધ નંગ યથાવિધિ કરીને ધારણ કર્યું હોય તે નબળી અસર થાય નહિ.
નંગ ફક્ત ધારણ કરવાથી જ ફળ આપે છે. એવું ખાસ નથી. એની પણ અમુક વિધિ અને રીતિ છે જે વિષે આગળ પર વિચાર કરીશું.
બ્રાહ્મણે રૂદ્રાક્ષની જ માળા ફેરવે છે તે પણ રૂદ્રાક્ષને અંગુલી સ્પર્શ થતાં તેમાંનાં કઈક તત્ત્વનો સંપર્ક સાધે છે પણ બનાવટી નહિ, શુદ્ધ રૂદ્રાક્ષી હોય તો. તેમ રૂાક્ષી પહેરવાનું કારણ પણ તેવું કાંઈક છે. કહેવાય છે કે સાચી હરડે હાથમાં મુઠ્ઠીમાં પકડી રાખવાથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org