________________
પર્વ માટે જેમ ભાદરવો માસ નિયત છે તેમ તિથિ માટે ચૂર્ણિ વિગેરેમા પાંચમ દેખાય છે. તો પછી એથે પર્યુષણ કેમ કરાય છે?
આ પ્રકારની શંકા ન કરવી. કારણ કે-શ્રી કાલિકાચાર્યજી મહારાજાએ જ્યારે ચોથ પ્રવર્તાવેલી ન હતી ત્યારે ભાદરવાની જેમ પાંચમ નિયત હતી. પરંતુ હાલ તો પાંચમની પહેલાં પણ પર્યુષણું કલ્પી શકે. આ પ્રમાણેના આગમાનુસારે યુગપ્રધાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ સકળ શ્રી સંઘને સમ્મત પર્યુષણ પર્વ માટે અધિકારી ચેાથ પ્રવર્તાવેલી છે. જેવી રીતે નિશ્ચયપૂર્વક પર્યુષણ પર્વ માટે ભાદરવો જ માસ પ્રતિબદ્ધ છે, તેવી જ રીતે પયુંષણું પર્વના આરાધના માટે નિશ્ચયપૂર્વક ચોથ તિથિ જ પ્રતિબધ્ધ છે. ” શ્રી કલ્પસૂત્રકીરણાવલીમાં પણ ફરમાવવામાં આવ્યું છે કે
न च पर्युषणापर्वणो मासनैयत्यत्वेऽपि तिथिरपि चूादिषु पंचम्येव नियता दृश्यते तत्कथं ? चतर्थीकथनमिति शङ्कयम् , युगप्रधानश्रीकालिकसूरेः पूर्व पंचम्येव, इदानी त सर्वसङ्घाभिमततत्प्रवर्तिता જ !”
ભાવાથ—-“પર્યુષણું પર્વના માસ નિયતપણાની જેમ તિથિ પણ ચૂર્ણિ વિગેરેમાં પાંચમ જ નિયત દેખાય છે, તો પછી ચોથનું કથન કેમ કરે છે ? એવી શંકા ન કરવી. યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યજી મહારાજાએ ચોથ નહિ પ્રવર્તાવેલી તે પહેલાં પાંચમ જ નિયત હતી. હાલ તો યુગપ્રધાન શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ સર્વ શ્રી સંઘને અભિમત પ્રવર્તાવેલી એવી અધિકારિણી ચોથ જ પર્યુષણ પર્વ માટે નિયત છે.
ઉપર પ્રમાણેનાં શાસ્ત્રવિધાન પરથી સુજ્ઞ બંધુઓ જરૂર સમજી શકે છે કે ભાદરવા ને શ્રાવણની વૃદ્ધિ કે આસાની વૃદ્ધિ બાધક થઈ શકતી નથી, અને ભાદરવા માસ નિયત રીતે પર્યુષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org