________________
તે ચૌદશને તપ એકમે પણ કરાય એવો અર્થ થવા પામે.” અને આથી કલ્પિત અર્થ કરતાં બંધુઓને એકમમાં ચૌદશની તપશ્ચર્યાની શાસ્ત્ર વિપરીત બાબત થવા પામતી હોવાથી પુનમને તપ તેરશે કર ભૂલાય તે તે પુનમને તપ એકમે પણ કરાય એ અર્થ શાસ્ત્ર સંગત ને સાચા છે. પુનમના ક્ષયમાં તેનો તપ તેર-ચૌદશે કરાય છે તેમાં ચૌદશે એ જણાવવાનું કારણ એ પણ હોય કે જેમને ચૌદશનો તપ ન ચાલતો હોય તેમને પુનમને તપ ચૌદશમાં પણ કરી શકાય. “લગોલગ બે કલ્યાણકતિથિ છને પરકલ્યાણક તિથિનો ક્ષય હોય તો તપ પૂર્તિ માટે નજીકનો અન્ય દિવસ ગ્રહણ કરાય. અને પૂર્વકલ્યાણક તિથિને યથાસ્થિત રહેવા દેવાય તેમ ચૌદશ પછી પુનમને ક્ષય છતે ચૌદશને યથાસ્થિત રહેવા દઈ પુનમના તપની પૂર્તિ માટે બીજે દિવસ તત્ત્વતરંગિણના પાઠ પ્રમાણે ગ્રહણ કરવો જોઈએ.” વળી આઠમ, તેમની વ્યવસ્થાની જેમજ ચૌદશ પુનમની વ્યવસ્થા યથાસ્થિત રહેવી જોઈએ એ અંગે તત્ત્વતરંગિણુમાં અન્યગચ્છીયાને હિતશિક્ષા આપતાં ફરમાવ્યું છે કેनाराहणभंतीए, पक्खिअ कज्जं च पुण्णिमादिवसे । हीणमि कल्लाणग, नवमीए जेण न पमाणं ॥ ५ ॥
અર્થાત-ચૌદશના ક્ષયે આરાધનની ભ્રાન્તિથી પાક્ષિક કૃત્ય પુનમના દિવસે નજ કરવું. જેવી રીતે આઠમના ક્ષચે કલ્યાણકવાળી નેમ આઠમની આરાધના પ્રમાણ નથી કરી શકતા. તેવી રીતે ”
આથી જાણી શકાશે કે, આઠમની વ્યવસ્થાની જેમજ ચૌદશની વ્યવસ્થા રહેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org