________________
ભાવાથ–પ્રશ્ન–“ નજીકના દિવસમાં અને આવતા વર્ષની કલ્યાણક તિથિના દિવસમાં જુદી તપસ્યા કેવી રીતે કરાય? એમ જે તમે પૂછતા હો તો અમે કહીએ છીએ કે કલ્યાણકને આરાધક પુરૂષ નિયમથી તપવિશેષને કરવાનો અભિગ્રહવાળો હોય છે. તે બે પ્રકારના છે. એક હંમેશાં તપ કરવાની ઈચછાવાળે અને બીજો આંતરે આંતરે તપ કરવાની ઈચ્છાવાળે. તેમાં જે નિરંતર તપ કરવાની ઈચ્છાવાળો છે તે એક જ દિવસમાં બંને કલ્યાણતિથિનું વિદ્યમાનપણું હેવાથી એકજ દિવસમાં બંને કલ્યાણક તિથિને આરાધક છતો પણ બીજે દિવસ ગ્રહણ કરીને જ તપને પૂરનારે થાય છે. જેવી રીતે પૂનમને ક્ષય છતે ચૌમાસિક છઠ્ઠના તપનો અભિગ્રહવાળો પુરૂષ બીજે દિવસ લઈને જ તપને પૂરનારે થાય છે તેમ, પરંતુ બીજી રીતે નહિ. અને આંતરે આંતરે તપ કરવાની ઈચ્છાવાળા આગળ થનાર વર્ષની કલ્યાણક તિથિયુત દિવસ લઈને જ તપને પૂરનારો થાય છે.”
આમાં ઘણું સ્પષ્ટતાપૂર્વક લગોલગ બે આરાધનીયતિથિ છતે પરતિથિનો ક્ષય હોય ત્યારે તપની પૂર્તિ માટે બીજે દિવસ લેવા જણાવ્યું છે. અને આરાધના તો એક જ દિવસમાં થઈ જાય છે એમ જણાવ્યું છે. જેના ઉદાહરણમાં ચૌમાસિક છઠ તપવાળા જેમ પૂનમના ક્ષયમાં તપ પૂતિ માટે બીજે દિવસ ગ્રહણ કરે છે તેમ જણાવ્યું છે એ હેજે સમજાય તેમ છે અને આથી પૂ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાનું નિઃસંદેહતાવાળું ફરમાન છે કે –
पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमाय
વાળા પાનાઓમાં તવતનો જે પાઠ છે તેમાં નિવાર છે. પરંતુ છાપેલી પ્રતમાં સાન્તરિનામવૈવ કઈ પ્રતપરથી હશે? તે તવંગવેષકોએ જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org