________________
૫૪
વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરીને તેમાં શે બાધ છે ? હું નભ્રભાવે વિનવણું પૂર્વક જણાવું છું કે-તેમ કરવું એ ક્ષત પર ક્ષાર જેવું છે. કારણ કે.
પુનમની વૃદ્ધિએ-શ્રી હીરપ્રશ્નમાં પહેલી પુનમને “પૂર્વતની અને સમાપ્તિ વાળી બીજી પૂનમને “શૌચા ? વાળી બીના વિચારવાથી તેરસની વૃદ્ધિ કરવાની બાબત અશાસ્ત્રીય હવાથી ટકી શકતી નથી આની વિશેષ સ્પષ્ટતા માટે પૂજ્યપાદ્ ઉપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજી મહારાજાનો પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા પ્રતિનો સાંગોપાંગ પ્રશ્ન અને અપાયલો ઉત્તર વિચારવાની જરૂર છે. એ પ્રશ્નોત્તર આ પ્રમાણેનો છે પ્રશ્ન
છઠ્ઠ સંબંધી પ્રશ્ન થવાનું કઈ કારણ જ નથી, પણ અમાવસ્ય બે થતાં તેરસ બે ન કરવામાં આવે તો જ છઠ્ઠને પ્રશ્ન થઈ શકે, કેમકે રવિવારે પર્યુષણું બેસે અને સવારે પાક્ષિકના દિવસે પારણું આવે એટલે છટ્ટનો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉભે થાય. આજકાલ કરવામાં આવે છે તેમ પૂર્વે અભાવસ્યાની વૃદ્ધિએ બે તેરસ કરાતી હોત તો પાક્ષિક ત્રીજે દિવસે આવી અને તેને બીજે દિવસે ખાધાવાર નહિ પણ કલ્પવાંચન આવવાથી છઠને પ્રશ્ન ઉઠત જ નહિ.
પડવાની વૃદ્ધિમાં પણ તેરસે પર્યુષણ બેસતાં હેવાથી બીજે દિવસે પાક્ષિક આવે અને છઠ્ઠને પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય.
આથી સમજી શકાશે કે-સંગીઓની શાસ્ત્રસિદ્ધ માન્યતાનુસાર પુનમ અને અમાસની વૃદ્ધિએ પુનમ વૃદ્ધિ અને અમાસ વૃદ્ધિ કાયમ રાખવી જોઈએ ચૌદશ યથાસ્થિત રહેવા દઈ “ ઔદયિકી” ચૌદશ અને બીજી પૂનમ, અમાસ આરાધવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org