________________
પ૧
પહેલો માસ પ્રમાણભૂત ન હોવાથી તે તે જ નામે તે જ રીતે કાયમ રહે છે તેમ જ પુનમ વૃદ્ધિમાં અપ્રમાણભૂત માસની જેમ જ અપ્રમાણભૂત પહેલી પુનમ પૂ૦ પરમ ગુરુદેવ પં. શ્રી રૂપવિજયજી ગણિવર કાયમ રાખતા. પૂ. પં. રૂપવિજયજી ગણિવરને સ્વર્ગ ગમન સમય પ્રાયઃ સં. ૧૯૦૪ નો છે ત્યાં સુધી તો આપણે જોઈ શકીએ છીએ કે-સંવેગીએમાં પુનમને અમાસની વૃદ્ધિએ તેરશ વૃદ્ધિ કરવામાં ન આવતી. •
સં. ૧૯૨૮ ના ફરમાન પત્રમાં જણાવાયેલી બે અમાવાસ્યાની માન્યતા.
સં. ૧૯૨૮ માં ભા. સુદ એકમની વૃદ્ધિ હતી. શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ અશાસ્ત્રીય રીતે નગર્ષિ મહારાજના હીર પ્રશ્નના પાઠનો કલ્પિત અર્થ કરી બે એકમની બે તેરશ બહાર પાડેલ. એ સામે અન્યો તેમ ન કરવા જણાવતાં અને નગર્ષિ મહારાજના પ્રશ્નનો સત્ય અર્થ કરવાનું કહેતાં એ ફરમાનમાં જ તે અંગે જણાવાયું છે કે
તેને કેટલાક એમ અર્થ કરે છે મન કલ્પનાથી, જે અમાવાસ્યા વૃદ્ધિ થાય ત્યારે અમાવાસ્યાએ કલ્પ વાંચવું એ અર્થ કરે છે તે પરંપરા શૂન્ય અર્થ છે. આથી જણાશે કે–અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને અશાસ્ત્રીય ઠરાવતો અને અમાવાસ્યાનો વૃદ્ધિએ બીજી અમાવાસ્યાએ કલ્પ વાંચનના મન્તવ્યવાળો પક્ષ મોજુદ હતો.
- શ્રી નગર્ષિ મહારાજના પ્રશ્નોને પૂશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ આપેલ ઉત્તરવાળો પાઠ ને તેમાં “અમારા ગ્રુવાળી બોના નીચે પ્રમાણે છે – प्रश्न:-यदा चतुर्दश्यां कल्पो वाच्यते, आमावास्यादि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org