SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ નથી હોતું. તેવી રીતે માત્ર બે પાંચમ, બે આઠમ, ચૌદશ કહેવાથી ભડકવાનું કારણ જ નથી. પરંતુ બન્નેમાંથી પર્વ તરીકે આરાધનીય કઈ ? તે પહેલી તિથિ તે તે તિથિના કાર્યમાં અનધિકારી હોવાથી બીજી અંગીકાર કરવી, એવી સ્પષ્ટ શાસ્ત્રોક્ત અને સત્ય પૂર્વપરંપરા છે. પરંતુ ચૌદશ વિગેરેને સ્થાને તેરશ વિગેરે કરવાનું સૂચન માત્ર પણ કયાંય શોધ્યું મળે તેમ નથી. પરંતુ ઉપર્યુક્ત રીતના સ્પષ્ટ ઉલ્લેખો શાસ્ત્રોમાં સ્પષ્ટ આવે છે, એ સૌ કેઈથી સમજી શકાશે. કેટલાક ગ૭વાળાઓ આપણે વૃદ્ધિ છતે બીજી તિથિ આરાધીએ છીએ, ત્યાં ઉપાલંભ આપે છે ને કહે છે કે–પહેલી ૬૦ ઘડીની તિથિ છતાં બીજી ઘડી–બે ઘડીની ન આરાધવી જોઈએ. એમ કહીને હાલ પણ તેઓ બેવડાયેલી તિથિની પહેલી તિથિમાં આરાધના કરે છે. જો કે તે શાસ્ત્રોક્ત નથી. છતાં તે પરથી આપણે એ સમજવું જોઈએ કે–પહેલી તિથિ અને બીજી તિથિ એ આજની નવી બાબત નથી, પરંતુ પ્રાચીન સત્ય પરંપરાવાળી તદ્દન સત્ય મૂળ બીના છે. પંડિત મેઘવિજયજી ગણિવર કૃય પ્રશ્નોતર સેનપ્રશ્નના ૩ જા ઉલ્લાસમાં પત્ર ૮૭ માં છે કે " एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहिमपौषधोपवसादि कृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रश्नोऽत्रोत्तरं औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरिनिर्वाणपौषधादिविधेयम् ।" ભાવાર્થ—“ જ્યારે એકાદશી બે હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિછને નિર્વાણુમહિમા પૌષધ-ઉપવાસાદિ કૃત્ય પહેલી અગ્યારશ કરવું કે બીજીમાં ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે- ચિવ એટલે બીજી એકાદશીએ શ્રી હીરવિજયસૂરિ નિવણ-પૌષધાદિ કૃત્ય કરવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy