________________
અને આ સાલથી પર્યુષણ મહાપર્વની નવી શરૂ થયેલી પ્રવૃત્તિ કે જે બે પાંચમને સ્થાને બે ચેક કરાયેલ છે, તેમને માટે માસની વૃદ્ધિની અને તિથિની વૃદ્ધિની સ્થિતિ એકસરખી હેવાથી, જેઓએ બે પાચમને સ્થાને બે ચોથ કરી છે તેઓના મતે બે ભાદરવાના
૩૩. સંવત ૧૯૫૨માં ભાદરવાસુદ પાંચમને ક્ષય હતો. તે સમયે ભાદરવા સુદ ચોથને ઔદયિકી રાખવા માટે શ્રી આનંદસાગરજી મહારાજ (હાલમાં આચાર્યશ્રી) સિવાય કેઈએ પણ એથને હેરફેર કરી નહોતી. અને ભાવનગરના જૈન ધર્મપ્રસારક સભાના ટીપ્પણામાં સુદ ચોથ પછી સુદ છઠ્ઠ છાપવામાં આવેલી હતી સુદ પાંચમ અંગે એ સમયે ઉહાપોહ થતાં કેટલાકેએ પાંચમ ક્ષય સમયે ઔદયિકી ચોથની અવગણના ના થઈ શકે એ પ્રકારને વિચાર જણાવ્યા હતા. કેટલાકએ ઉપર પ્રમાણેનો પિતાનો વિચાર છતાં જનતાની સુગમતા ખાતર અન્ય ટીપ્પણાના આધારે છઠ્ઠનો ક્ષય જણાવ્યું હતું. જ્યારે કેટલાકએ તે પ્રકારના પ્રશ્નમાં વિશેષ તસ્દી ન લેતાં એથની બાબતમાં કોઈ પણ જાતને પ્રશ્ન જ ન રહે તે ખાતર સુદ છઠ્ઠને ક્ષય અન્ય ટીપણાના આધારે જણાવ્યું હતો.
સંવત ૧૯૬૧ માં ભાદરવા સુદ પાંચમના ક્ષય પ્રસંગે શ્રી આનંદસાગરજી મહારાજે (હાલમાં આચાર્યશ્રી) પણ ચોથને હેરફેર કરી નહતી ને ઔદયિકી ચોથ આરાધી હતી તે સાલમાં સકલ જેનસંઘોએ સુદ ચોથ યથાસ્થિત રહેવા દીધી હતી,
સંવત ૧૯૮૯ માં ભાદરવા સુદ પાંચમને ક્ષય હતો જ્યારે શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ સિવાય દરેકે ચોથને યથાસ્થિત રહેવા દઈ ઔદયિકી ચોથ આરાધી હતી અને શાસ્ત્રીયઆજ્ઞાઓ પણ સારી રીતે જાહેર થઈ હતી.
( સં. ૧૯૫ર ના “સયાજીવિજય”માં વૈદ્યના “જેને માટે ખાસ” એ લેખ પરથી અને શ્રી અમદાવાદના શ્રાવકે પર લખાયેલ પં. ગંભીરવિજયજી મહારાજના પત્ર વિગેરે પરથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org