________________
૩૪.
परभवाउअं समजिणइ, तम्हा तवोविहाणाइ धम्माणुठ्ठाणं कायव्वं । जम्हा सुहाउभं समजिणइत्ति "
ભગવન ! બીજ વિગેરે પાંચ તિથિઓમાં કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ હોય છે ? ભગવાન ફરમાવે છે કે-હે ગૌતમ? બહુ ફળ હેય છે. માટે એ તિથિઓમાં પ્રાયઃ કરીને જીવ પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે દિવસમાં તપ વિધાન વિગેરે ધર્માનુષ્ઠાન કરવાં કે જેથી શુભ આયુષ્યનો બંધ થાય. - પાંચ પર્વના આરાધનમાં દર્શાવાયેલ મહફળનો વિચાર કરી. સંવત્સરી માસી વિગેરે અશાશ્વતી, ચિત્રી આસોની શાશ્વતી અઠ્ઠાઈઓનું, જન્મ કલ્યાણક વિગેરે અઠ્ઠાઈઓનું, કલ્યાણકાદિના આરાધનાનું પણ મહત્કળ સુજ્ઞ બંધુઓએ સ્વયં વિચારી લેવું. પર્વ તિથિઓની આરાધના કયારથી કરવી?
ઉપર્યુક્ત રીતે પર્વદિને વિગેરેનો વિચાર કરી હવે તે પર્વ દિનની આરાધના ક્યારથી કરવી ? તે વિચારવું જરૂરી છે કારણ કે તિથિમાં ઉત્પન્ન થતા તપમાં તિથિની શરૂઆત પૂર્વદિનના સૂર્યોદય બાદ થયેલી હોય અને પર સૂર્યોદયમાં પણ તે તિથિમાં રહેતી હોય ત્યારે શું પર્વદિનની આરાધના પૂર્વ સૂર્યોદય બાદ થયેલી તિથિથી કરવી ? કે સૂર્યોદયમાં રહેલી તિથિથી કરવી ? જે સૂર્યોદય [ સમાપ્તિ સૂચક વાળો] ન લેવામાં આવે તે અનેક રીતે અનવસ્થા થવા પામે. આથી આરાધનાના નિર્ણય અંગે પ. પૂ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિના ત્રીજા પ્રકાશના ત્રીજા દ્વારમાં ફરમાવે છે કે
___ "तिथिश्च प्रातःप्रत्याख्यानवेलायां या स्यात्सा प्रमाणम् । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्।" " चाउम्मासियवरिसे, पक्खिय-पंचमीसु नायव्वा । ताओ तिहीओ जासिं, उदेइ सूरो य अन्नाओ ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org