________________
તિથિની અવહેલનાથી લાગતા જ્ઞાનીઓએ ફરમાવ્યા મુજબ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને પર્વ-વિરાધનાના દોષથી સુખે બચી જવાય.
કેટલાક મહાનુભાવો એમ પ્રશ્ન કરે છે કે-આપણું સમાજમાં બે આઠમ વિગેરે વખતે બે સાતમ વિગેરે બોલાય છે, અને ભતિયાં ટીપ્પણમાં બે આઠમ વખતે બે સાતમ હોય છે તેનું કેમ? હું તે મહાનુભાવોને સાદર જણાવું છું કે તેના કારણ તરીકે પૂનમ અંગેની શાસ્ત્રીય બાબત સામે ૧૯ મી સદીમાં પ્રગટ થયેલી અશાસ્ત્રીયપૂનમની ચર્ચા છે કે જેણે પાછળથી અન્ય તિથિ અંગે પણ મતભેદ ઉત્પન્ન કરેલ છે. શાસ્ત્રો તો સ્પષ્ટતયા ઈન્કાર કરે છે. કારણ કે શાસ્ત્રોમાં પહેલી આઠમ આરાધનીય કેમ નહિ ? બીજી જ કેમ આરાધનીય ? આવી રીતના પ્રશ્નો આવે છે. જે આપણું જૈન સમાજમાં પહેલી આઠમ અને બીજી આઠમ વિગેરેની બાબત જ ન હોય અને સીધી રીતે બે આઠમના સ્થાને બે સાતમ કરી દેવાનું હોય, તો પછી એટલી બધી ચર્ચાનું પ્રજન જ શું હોય ? પરંતુ બે આઠમના સ્થાને પરમ પૂ. શાસ્ત્રકારોએ બે સાતમ વિગેરે કહેલ જ નથી. પરંતુ બેવડાયેલી તિથિમાં પહેલી તિથિને આરાધના માટે અધિકારી તરીકેની સંજ્ઞા આપીને વર્જ્ય ગણી છે અને બીજી તિથિને પર્વ તરીકે આરાધનીય ગણું છે. પૂ. શ્રી વિજ્યસેનસૂરીશ્વરજી મહારાજાને પંડિત શ્રીપદ્માનંદજી ગણિવરે પ્રશ્ન કરેલ છે કે –
" तदा १८५ अष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति.तावत्या एवाराधनं भवति, तदुपरितनवम्यादीनां भवनात् , सम्पूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनाद् , अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते, तदा तु पूर्वदिने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org