________________
૧૨૦
કે-તે એક દિવસમાં બંને તિથિ સમાપ્ત થતી હોવાથી, તે ક્ષયતિથિની પણ સમાપ્તિ થાય છે.” તે એ રીતે વૃદ્ધિ ને ક્ષય તિથિ સમયે આરાધનીય તિથિ ઘણી જ રીતે મનન કરવા યોગ્ય છે. બે આરાધનીય તિથિ સમયે પરતિથિને ક્ષય હેય, તો એક જ દિવસમાં બંને તિથિનું વિદ્યમાનપણું હેવાથી બંને તિથિની આરાધના થઈ જાય છે. અને તપની પૂર્તિ માટે અન્ય દિવસ ગ્રહણ કરવો જોઈએ, એ વિગેરે પૂર્વ રીતે જ સમજી લેવું.
બે આરાધનીય તિથિ વખતે પતિને ક્ષય હેય તે તે માટે શ્રી તત્ત્વતરંગિણમાં– ___ एवं क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहमित्यादये ટ્રાના વાઘા”
અર્થાત–એ પ્રમાણે ક્ષયતિથિ (એકજ દિવસમાં બે તિથિની સમાપ્તિ) છતે, આજ મેં બે કાર્યો કરેલાં છે, એ વિગેરે દષ્ટાતો સ્વયં વિચારી લેવાં.'
એ વિગેરે અનેક વિધાનો કરાયેલાં છે. સુજ્ઞ બંધુઓ સ્વયં એ સર્વ વિચારી લે. ગૂર્જર ભાષામાં ક્ષય-વૃદ્ધિ તિથિ અંગે પૂર્વ પૂજાના ફરમાને.
તિથિની વૃદ્ધિ અંગે અનેક વિધાને શાસ્ત્રોમાં ફરમાવાયેલાં છે. શ્રી કલ્પસૂત્રદીપિકામાં વૃદ્ધિતિથિને વૃદ્ધિમાસની જેમ વર્ષ ગણેલ છે, એ વિગેરે “સાં. ૫. તિ. વિચારણા ” નામક લેખમાં દર્શાવી ગયેલો છું. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વૃદ્ધિ-ક્ષય અંગેના અનેક વિધાન ઉપરાંત ગૂર્જર ભાષામાં પણ તે વિષેની સ્પષ્ટ આજ્ઞાઓ પૂર્વપૂએ ફરમાવેલી છે.
સં. ૧૫૮૩ ના જેઠ માસમાં પાટણ નગરમાં શ્રી સંઘના સમુદાયમાં દરેક મુનિવરને પાળવા માટે “સાધુ મર્યાદા પદક' પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org