________________
૧૧૦ ભાવાર્થ-વળી ચૌદશ અને પુનમ-એ બંને પણ આરાધ્યપણ વડે સંમત છે. ત્યારે જે આપની કહેવાયેલી રીતિએ અનુસરાય ત્યારે તો પુનમની જ આરાધના થઈ, પરંતુ ચૌદશની આરાધનાને દત્તાંજલિ જ દેવાઈ, અને જે ચૌદશના ક્ષયે ચૌદશની આરાધના
વ્યતિત જ થઈ છે, એમ જે કહેતા હે તો મિત્રભાવથી પૂછું છું કે-ક્ષય પામેલી આઠમે સાતમને એકાંતપણાથી શું કાંઈ આપી દીધું છે? કે જેથી ક્ષય પામેલી આઠમ સાતમમાં આરાધાય છે, અને પાક્ષિકે (ચૌદશે) શો અપરાધ કર્યો છે કે જેથી તેનું નામ પણ સહન કરી શકતાં નથી.' ___ " नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत् अहो विचारचातरी यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति जानताऽपि पुनर्नोद्यते।"
ભાવાર્થ–– પ્રશ્ન છે કે–પુનમના ક્ષયમાં આપ (તપગચ્છીઓ) ની પણ શી ગતિ થશે ? એમ જે તમે પૂછતા હે, તો આ તમારા વિચારની ચતુરતા વિલક્ષણ છે કે જેથી ચૌદશમાં બંને (ચૌદશને પુનમ)નું વિદ્યમાનપણું હોવાથી પુનમનું પણ આરાધન થઈ જ ગયું છે. આ પ્રમાણે તમો જાણે છે છતાં બોલતા નથી'
" न च तत्र आरोपिता सति पूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटि तत्वेन चतुर्दश्यां पौर्णिमास्या वास्तव्येव स्थितिः, युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते, च क्षीमतिथिद्धितिथिसाधारणलक्षणावसरे રૂતિ ”
ભાવાર્થતે ચૌદશમાં ક્ષય પામેલી પુનમ આરોપિત કરાતી છતી આરાધાય છે એમ નથી, કારણકે–પુનમનું ત્રુટિતપણું હોવાથી ચૌદશમાં (પુનમની સમાપ્તિ છે માટે) પુનમની વાસ્તવિક જ સ્થિતિ છે તેની યુક્તિ કહેવાયેલી છે, અને તિથિની હાનિ-વૃદ્ધિના સાધારણ લક્ષણ અવસરે પણ કહેવાશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org