________________
૧૦૦
ચાલુ સાંવત્સરિક મહાપર્વની તિથિના નિર્ણય અંગે સમાજહિતેચ્છુ કેટલાક સુહદે તરફથી અનેકવિધ ઉહાપોહ થઈ રહ્યો છે. શાસ્ત્રીય માર્ગ દર્શાવવા માટે જિજ્ઞાસુ જનતા સમક્ષ તદ્વિષયક શાસ્ત્રોના પૂર્ણ પાઠો ધરવામાં આવે તો કઈ અને લાભ થવા પામે. વળી તે પાઠેના ભાવાર્થો અને ગૂજર ભાષામાં પણ પૂર્વપૂજ્યવરેએ કરેલા ફરમાને પણ સાથે જણાવવામાં આવે તે સંસ્કૃત -પ્રાકૃત ભાષાથી અજાણ જનતાને મહાલાભ થવા પામે, એમ ધારી આ લેખ લખવો ઉચિત સમજું છું.
શુ વ્યપદેશથી તિથિ હેરફેર થઈ શકે? ખરતરગચ્છીય બંધુઓ પાક્ષિક ચૌદશને ક્ષય છતે પુનમમાં ચૌદશનાં કૃત્ય કરે છે. તે બંધુઓને અંગે શ્રી તત્વતરંગિણીકારશ્રીએ ચૌદશને ક્ષયે પુનમે પખિ ન કરવા સૂચવ્યું છે. અને તેના કારણમાં તેઓશ્રીએ જણાવ્યું છે કે
" हीनमपि क्षीणमपि पाक्षिकं चतर्दशीलक्षण पूर्णिमायां प्रमाणं न कार्य तत्र तद् भोगगन्धस्याप्यसंभवात् किन्तु त्रयोदश्यामेवेत्यर्थः । "
| ભાવાર્થ –“ચૌદશના ક્ષયે પુનમમાં પાક્ષિક કૃત્ય પ્રમાણ ન કરવું, કારણ કે–તે પુનમમાં ચૌદશના ભેગની ગંધ પણ નથી હોતી. પરંતુ ક્ષયચૌદશના ભોગની સંપૂર્ણ ગંધ તેરસમાં જ હોય છે. માટે ક્ષીણચૌદશ તેરસમાં જ કરવી.'
એક દિનમાં રહેલી ઉદયગત તેરસ અને અસ્તવતિની ચૌદશને અંગે કેટલાક સુ એમ જણાવે છે કે–ચૌદશનો વ્યપદેશ થવાથી તેરસનો ક્ષયજ થઈ ગયા. પરંતુ તેઓશ્રીની આ માન્યતા શાસ્ત્રઅસંગત છે. કારણ કે-ક્ષીણચૌદશનાં કૃત્યો માટે ગ્રહણ કરાયેલી તેરસ તેનો ચૌદશ તરીકે વ્યપદેશ થવાથી તેઓશ્રીના મતે તેરસના ક્ષય માની લેવાય, તે શ્રી તત્ત્વતરંગિણકારના જણાવ્યા મુજબ–
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org