________________
સિદ્ધ કરવા માટે અપેક્ષિત બાકીના ત્રણ અંશો વિદ્યમાન નથી. એવું મધ્યસ્થ કોઈપણ પ્રમાણથી પ્રમાણિત કરે છે? કે બીજા સ્થળની જેમ અહિં પણ ક્ત વચનમાત્રથી જ? જો કોઈ પણ પ્રમાણદ્વારા પ્રમાણિત કરતા હોય તો તેની આવશ્યકતા હોવાથી તે પ્રમાણ અવશ્ય દર્શાવવું જોઈતું હતું, તે પ્રમાણ ન દર્શાવ્યું હોવાથી મધ્યસ્થના વચનમાત્રથી જ એવો નિશ્ચય કરીએ છીએ. અને તેવી રીતે હોવાથી તે, વિદ્વાનોના મનને હર્ષ આપનાર ન હોવાથી ઉપેક્ષણીય થાય છે.
--- --- ---*
નોંધ નં. ૭ *પૂ. સૂરિસમ્રાટશ્રીએ અપનાવેલી બે ત્રીજ! * એવી જ રીતે પૂ.આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે પણ જ્ઞાનભંડારની પ્રતો તપાસતાં-પૂ. આ.શ્રી વિજયદર્શનસૂરિજી મ.ના ભંડારમાંથી પર્વતિથિ નિર્ણય નામની અધિકારવાળી પ્રત, તેમ જ પૂ. આ. શ્રી વિજયોદયસૂરિજી મ.ના ભંડારમાંથી સં. ૧૮૭૧નો કવિ શ્રી દીપવિજયજીનો પત્ર મળી આવતાં-સં. ૧૯૯૨માં ભાદરવા શુદિ બે પાંચમે ભાદરવા શુદિ બે ચોથ કરનાર પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રીએ અને તેમના સમુદાયે- પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી પોતાના બુદ્ધિબળે અને તર્કબળે જે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની જેમ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ચીજની જ ક્ષયવૃદ્ધિ થાયની વાત કરતા હતા તે વાતને પુષ્ટિ આપતા પાઠો જોઈને તરત જ સાપ, કાંચળીને છોડી દે તેમ પોતાની ૧૯૯૨ સુધીની છઠના ક્ષયની અને પાંચમની વૃદ્ધિએ ચોથની વૃદ્ધિની આચરેલી વાતને પણ છોડી દઈને સં. ૧૯૯૪ની સાલમાં ભાદરવા શુદિ બે પાંચમે બે ત્રીજ કરવા પૂર્વક7 ને ગુરૂવારે સંવત્સરી કરવાનો નિર્ણય કરેલ! એટલું જ નહિ, પરંતુ તે વર્ષે રાજકોટ ચાતુર્માસસ્થિત પૂ. આ. શ્રી વિજય મોહનસૂરિજી મ.ના શિષ્ય આ. શ્રી પ્રતાપસૂરિજી મને પાઠો સાથેની પત્રિકા બહાર પાડવાની આજ્ઞા મોકલવા સાથે પાઠો પણ મોકલી આપ્યા!પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર પૂ. આ. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org