________________
છે. હવે જો એમ કહેવામાં આવે કે બીજા પ્રમાણોથી, અને પરંપરા-વ્યવહારથી ત્યાં નામ નિશ્ચિત છે. તો અહિં પણ તે જ પરંપરા-વ્યવહાર પ્રમાણ-પદવી પ્રસ્તુત ગ્રંથમાં તેને ન સ્વીકારવું-એ દુરભિનિવેશ (દુરાગ્રહ) ગણાય. વિશેષમાં, આવશ્યકસૂત્ર (દશવૈકાલિક)વગેરેની ચુર્ણિઓના કર્તા હજી સુધી અનિશ્ચિત હોવા છતાં પણ તેનું પ્રામાણ્ય શ્રી જૈનસંઘે સ્વીકારેલું છે.
એવી રીતે ત્રીજો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણ કે-એક પણ વિરુદ્ધ ઉક્તિ જોવામાં ન આવતી હોવાથી વિરુદ્ધ ઉક્તિની બહુલતાનો સર્વથા અસંભવ છે. આથી જ કઈ વિરુદ્ધ ઉક્તિનો પરીવાર અભ્યારે કરવો? એથી તે હેતુ ઉપેક્ષણીય જ છે.
ચોથો હેતુ પણ તેવી જ રીતે અસિદ્ધ છે. કારણ કે-બરાબર આગમને અનુસાર પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણે પ્રવર્તવું જોઈએ ઉસૂત્રની પ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થતી હોવાથી એ વગેરે દ્વારા યુક્તિ જ દર્શાવી છે.
પાંચમો હેતુ પણ તેવી જ રીતે અસિદ્ધ છે, કારણ કે-દુર્જન તુષ્ટ થાઓ એવા ન્યાયવડે બીજાનો પક્ષ સ્વીકારીને પર બીજું સમાધાન આપવું-એ શાસ્ત્રકારને સંમત છે.
છઠો હેતુ પણ તેવી રીતે અસિદ્ધ છે, કારણ કે-શાસ્ત્રને અને પરંપરાવ્યવહારનકેન માનનારા તેવા પ્રકારના કદાગ્રહી શિષ્યને કેદખાનામાં નાખવામાં અશક્ત એવા ગુરૂથી શાપ આપવા સિવાય બીજું શું કરી શકાય ? એ મનમાં વિચારવા જેવું હોવાથી, શાપ આપવો પણ દૂષિત ન ગણાય-એ તો મધ્યસ્થના સંતોષ માટે જણાવાય છે. વાસ્તવિક રીતે તો પાપ આચરતા શિષ્યને ઉન્માર્ગથી અટકાવનારા ગુરૂઓ જો એમ પ્રતિપાદન કરે કે-પાપ કરીશ, તો તું નરકમાં પડીશ. તો તે શાપ આપનારા ન કહેવાય, પરંતુ ઉપદેશ આપનારાજ કહેવાય. એથી પ્રસ્તુત ગ્રંથમાં શાપ દેવાનું કહેવું તે અજ્ઞાનમૂલક છે.
એવી રીતે સાતમો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણ કે-અષ્ટમીની વૃદ્ધિમાં બીજી અષ્ટમી ગ્રહણ કરવી, અને પૂર્ણિમાની વૃદ્ધિ હોય ત્યારે બીજી પૂર્ણિમાને ગ્રહણ
(૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org