SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વેરો માફ કર્યો હતો, વળી પર્વ- મુખ્ય દિવસોમાં જીવહિંસા બંધ આદિ ફરમાનો કર્યા હતા. * દક્ષિણમાં ઈદલશાહ બાદશાહને બોધ આપી ગૌવધ બંધ કરાવ્યો હતો. * હાલારના રાણાં લાખા તેમજ ઈડરના રાજા કલ્યાણમલને પણ ઉપદેશ આપ્યો હતો. દીવ બંદરનાં ફિરંગીઓ પણ તેમનું બહુમાન કરતાં. * ચૈત્યપૂજાના નિંદકો સામે સાદડીમાં શાસ્ત્રાર્થ કરી જીત મેળવી અને સહી– સિક્કા સાથે ફરમાન આપ્યું કે તપાના સાધુઓ શ્રેષ્ઠ છે. * એક સમયે ગુરૂદેવશ્રી વિજયસેનસૂરિ સાથે શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી, તે વખતે ૩૫૦ સાધુઓ હતા. * શ્રી વિજયદેવસૂરિ સંબંધી ઘણાં કાવ્યો લખાયાં છે. જેમાં સૌભાગ્યવિજયજીએ ૫૬ કડીનું કાવ્ય, દાનકુશળજીએ ૨૫ ગાથાની સજ્ઝાય. મુ. ધર્મચંદ્રે ૧૩ કડીનું તથા તત્વવિજયજીએ ૧૦કડીનું કાવ્ય રચેલું છે. સંસ્કૃતના માઘ કવિ-સમસ્યાની પૂર્તિરૂપે દેવાનંદ મહાકાવ્ય પૂ.ઉપા. મેઘવિજયજીએ સં૧૭૨૭માં રચેલું ૧૧૦૦ શ્લોકોનું છે. શ્રી વિજય દેવસૂરિ માહાત્મ્ય ખરતરગચ્છીય શ્રી વલ્લભપાઠક કૃત છે. ઉપરાંત શ્રી ગુણવિજયજી કૃત દેવસૂરિ પ્રબંધ છે. * સં. ૧૭૧૩માં અ.સુ.૧૧ના ઉનામાં અણસણ કરી કાળધર્મ પામ્યા. અગ્નિસંસ્કારની જગ્યાએ ત્રણ દિવસ ફૂલ પ્રગટ થયાં હતાં. * માલજી ગોધારી નામના શ્રાવક જેઓ દેવલોકમાં ગયા હતા તેમણે શ્રી સીમંધર સ્વામીને પુછીને કહ્યું કે શ્રી વિજયદેવસૂરિજી ત્રીજે ભવે મોક્ષે જશે. * જેઓશ્રી દ્વારા તપાગચ્છની સુવિશુદ્ધસામાચારીનું સંરક્ષણ-સંવર્ધન થયું. જેના કારણે તપાગચ્છ શબ્દ આગળ તેઓનું નામ અંકિત થયું જેથી વિજયદેવસૂર તપાગચ્છ તરીકે ઓળખ થઈ. (૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001765
Book TitleParvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year2005
Total Pages54
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy