________________
૧) આથી ધર્મની આરાધનામાં સહાયક પવિત્ર આત્મદ્રવ્યો કે પૌગલિક પવિત્ર પદાર્થો - ઉપકરણો વિગેરેની સહાય લેવાય, તે દ્રવ્યથી નિમિત્તભૂત આલંબન હોય છે. ' એ જ રીતે – ૨) ક્ષેત્રો પણ આલંબનરૂપ બને છે. પવિત્રતમ - પવિત્રતર - પવિત્ર - અલ્પ પવિત્ર વિગેરે ક્ષેત્રો પણ સહાયક થાય છે. છે એમ જ કાળ પણ નિમિત્તરૂપ બને છે. છે એમ જ સમાદિક, સમ્યગ્દર્શનાદિક ભાવો પણ નિમિત્તભૂત બને છે. એ ચારેયના પણ નામ - સ્થાપના - દ્રવ્ય અને ભાવ નિપા હોય છે, અને તે પણ ધર્મસાધક પણે નિમિત્તરૂપ આલંબન આરાધનામાં બને છે. દા.ત. શ્રી શંત્રુજય જેમ ભાવનિક્ષેપે સાક્ષાત્ ક્ષેત્ર આલંબન છે, તેમ ૧૨ પર્વતિથિ ભાવનિક્ષેપે સાક્ષાત્ કાળ આલંબન છે. તથા તીર્થંકર પ્રભુના સંબંધે કલ્યાણક ભૂમિઓ જેમ દ્રવ્ય નિક્ષેપે ક્ષેત્ર આલંબન છે, તેમ, કલ્યાણકાદિક – તથા તેના પર સંબંધથી બીજા દિવસો પણ દ્રવ્યનિક્ષેપે કાળ આલંબનો છે. આ પ્રમાણે ઘણા દાખલા સમજી લેવા. તે પ્રમાણે - બાર પર્વતિથિ ભાવ નિક્ષેપે સાક્ષાત્ કાળ આલંબન છે. કેમકે જે પર્વતિથિ જે દિવસે આવે છે, તે પ્રથમ કદી આવેલ નથી, કદી પછી આવનાર પણ નથી, વર્તમાન દિવસે સાક્ષાત્ રૂપે છે. તે ગયા પછી ફરી કદી આવનાર નથી.
(૩૬) માટે આ પ્રઘોષ બાર પર્વતિથિ સાથે જ પોતાની વ્યામિ ધરાવે છે. ની
ન્યૂન, ન અધિક.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org