________________
અર્થાત્ વિશિષ્ટ આરાધ્ય નિમિત્તો માટે આ પ્રઘોષ છે. સામાન્ય આરાધના માટે પણ નથી.
--
આ પ્રઘોષને પર્વતિથિઓ સિવાય પણ બીજા નિમિત્તો સાથે જોડાયેલ, અને તેને લીધે પર્વતિથિ, ઉપરાંત બીજા પવિત્ર દિવસો સાથે સંબંધ ધરાવતો ગણી લેવામાં આવે તે પૂર્વાચાર્ય ભગવંતોને એ રીતે સંમત હોય તો શી હરકત આવે છે? તો આ પ્રઘોષનો પ્રામાણિક, પરિતિષ્ઠિત - એક ચોક્કસ અર્થ જ કરી શકાય તેમ નથી. તેના અર્થની કોઈ વ્યવસ્થા કે ચોક્કસ સ્થિતિ જ ટકી શકે તેમ નથી. આ મોટો મૂળભૂત વાંધો આવી જાય તેમ છે.
આપણો પ્રયાસ એ છે કેઆ પ્રઘોષનો પ્રથમ સર્વમાન્ય એક પ્રમાણભૂત ચોક્કસ અર્થ નક્કી થવો જોઈએ. ગમે તે પણ એક નિવિવાદ અર્થ નક્કી થવો જોઈએ. પછી તે માપને બધેય લગાડી જોવું જોઈએ. એ માપથી જે બરાબર માપી શકાય, તે વાત બરાબર પ્રમાણભૂત કર્તવ્ય અને સર્વમાન્ય આચરણા માટે યોગ્ય.
૩૪) આથી આરાધનામાં પણ સ્વાદુવાદનો આશ્રય લેવાનો રહેતો હોય છે.
સામાન્યઆરાધના મુખ્ય હોય છે. પરંતુ નિમિત્ત પ્રધાન આરાધનાની મુખ્યતા વખતે સામાન્ય આરાધના ગૌણપણે સમાયેલી રહેતી હોય છે.
૩પ આરાધનાના અવલંબનો ચાર પ્રકારના બતાવ્યા. તે શા આધારે? અને
તેનો અહીં શો સંબંધ છે? એમ છે, કે - મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મની આરાધના જરૂરી છે. કેમકે એ તો મોક્ષનું કારણ છે. અને અધિગમથી કરાતી ધર્મારાધના માટે નિમિત્તો ખાસ કારણરૂપ હોય છે. આરાધના તો માત્ર ધર્મની જ મોક્ષ માટે કરવાની હોય છે. પરંતુ દેવ, ગુરૂના મુખ્ય આલંબન વિના તે થઈ શકે નહીં. તથા ધર્મની આરાધનામાં પણ સાધક માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ નિમિત્તો અવશ્ય હોય જ છે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org