________________
પર્વતિથિઓને અક્ષત રાખવા માટે આ સિવાય બીજો ફલિતાર્થ આવવાની શક્યતા જણાતી નથી. કેમ કે ભાવ નિક્ષેપે સાક્ષાત રહેલીની તે નિમિત્તે આરાધના કરવાની હોય છે. તેની આરાધના ન કરાય. તો પ્રાયશ્ચિત્તો શાસ્ત્રોમાં બતાવેલા છે.
ર૫ આવા અર્થ કરવાના પ્રમાણો શા શા છે?
૧) પર્વ તિથિનો ટિપ્પણમાં ક્ષય હોય છે ત્યારે, અ. પર્વતિથિ સૂર્યોદયને સ્પર્શતી ન હોવા છતાં – આ. તથા તેની પૂર્ણતા પણ સૂર્યોદયને ન સ્પર્શતી હોવા છતાં - ઈ. તે પર્વતિથિ સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદયની પહેલાની નજીકની ક્ષણ સુધી તેને સંપૂર્ણ તે પર્વતિથિ જ માનવામાં આવે છે, માનવી જોઈએ. અને ઈ. સૂર્યોદયથી કે તેની પહેલાંથી અને નવા સૂર્યોદય સુધી તે પર્વતિથિ નિમિત્તક કરાતી સર્વ ધર્મારાધના તે પર્વતિથિની આરાધના સર્વમાન્ય રીતે પૂર્વકાળથી ગણાતી આવી છે, અને આજે પણ નિવિવાદ રીતે સૌ એ પ્રમાણે જ ગણે છે. ટિપ્પણામાં આઠમના ક્ષયે સૂર્યોદય વખતે સાતમ છતાં - ત્યારથી જ આઠમ હોય એમ માની આખા અહોરાત્રમાં તે જ પર્વ દિવસને નામે કરાતી દરેક ધર્મ ક્રિયા તે જ પર્વ દિવસની ગણાય છે. એટલે તેનો ક્ષય - અભાવ રહેતો નથી. સભાવ આવે છે. તેથી જ પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરીમાં ગણાય છે. તથા પર્વતિથિનો ક્ષય બોલવો એ વ્યવહારથી પણ પૂર્વાચાર્ય ભગવંતોએ ઉચિત માનેલ ન હોય. એ જ પ્રમાણે - ૨) પર્વતિથિ ટિપ્પણામાં બે લખાઈ હોય, ત્યારે આ પ્રઘોષના બળથી - અ. બીજી પર્વતિથિને આખી પર્વતિથિ માનવાની રહે છે. આ. અને તે ભલે, બે કે ત્રણ એમ ઓછી વસ્તી ઘડીની હોય, છતાં, ઈ. તેને સાઠ ઘડીની આખી ગણીને, ઈ. આખો દિવસ એટલે કે બીજા દિવસના સૂર્યોદય પહેલાં સુધીની ક્રિયા
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org