________________
પર્વતિથિ ખાતર અપર્વતિથિને જ સહન કરવાનું રહે, બીજું કોણ સહન કરે ? બીજો ઉપાય પણ શો થઈ શકે તેમ છે ? નથી જ.
૧૩) આ પ્રઘોષ શા માટે છે?
“પર્વતિથિનો ક્ષય કે, તેની વૃદ્ધિ ન થાય તે માટે છે. તે પૂરી અને એક જ તિથિ પર્વતિથિ રૂપે રહે" આ વ્યવસ્થા માટે આ પ્રઘોષ છે. અર્થાત્ બારેબાર પર્વતિથિ બરાબર ઊભી રહે. તેની વધઘટ ન રહે. લગભગ ૬૦ ઘડીની એ સંપૂર્ણ અને એક જ રહે. તેમાં ન વધારો, ન ઘટાડો, ન લંબાઈ, ન ટૂંકાપણું, ન અભાવ, ન બેવડાપણું.
૧૪ આમ કરવાનું કારણ શું?
જૈન ટીપ્પણમાં આમ બનતું હશે, માટે એ વ્યવસ્થા ટકાવી રાખવા આ વ્યવસ્થા કરી, માર્ગદર્શન આપ્યું લાગે છે. કે પ્રામાણિક તરીકે માન્ય લૌકિક ટીપ્પણી કે જેને આધારે તિથિ જાણી લઈ, “ક્ષયે પૂર્વા પ્રમાણે ફેરફાર કરવાથી, આરાધના માટે પર્વતિથિઓ બરાબર જૈન ટીપણા પ્રમાણે સંગત રીતે મળી રહે” માટે, આ પ્રઘોષની રચના કરવી પડી હોય, અને તે દ્વારા માર્ગદર્શન આપ્યું હોય. તેથી આ પ્રઘોષ ખાસ અવલંબનરૂપ બની રહે છે. પર્વતિથિની બાબતમાં આ પ્રઘોષ આધારસ્તંભ રૂપ બની રહે છે.
(૧૫) તો અહીં સુધી પ્રઘોષનો શો ભાવાર્થ થયો? શો ભાવાર્થ સમજાય છે?
પર્વતિથિનો ક્ષય હોય ત્યારે -પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો. અને તે ઔદયિક અપર્વતિથિને જ પર્વતિથિ તરીકે બનાવી લઈ, આખી અપર્વતિથિને જ ૬૦ ઘડીની લગભગ પર્વતિથિ બનાવી લેવી. એટલે લય તો પ્રથમની અપવતિથિનો ઠરાવી દેવો. સૂર્યોદય વખતે સાતમ હોય, પાછળની રાતમાં નોમ હોય. પણ સૂર્યોદય પછી નોમગણવાની હોય છે. તેથી આખા દિવસ ગણાવાતી સાતમને આખી આઠમ બનાવી દેવી. એજ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org