________________
પ્રમાણે, પર્વતિથિની વૃદ્ધિ હોય, એટલે પર્વતિથિ બે હોય, ત્યારે બીજી પર્વતિથિને ૬૦ ઘડીની પૂરી એક પર્વતિથિ બનાવી દેવી. જેથી બીજે દિવસે સૂર્યોદય વખતે પછીની અપર્વતિથિ બરાબર બની રહેશે અને બીજી પર્વતિથિ સંપૂર્ણ ૬૦ ઘડીની પર્વતિથિ બની રહે. એટલે કે પૂર્વની અપર્વતિથિ બે બનાવી દેવી. જેથી સંખ્યાની ગણતરીમાં હરકત આવશે નહીં. કેમ કે પૂર્વની પર્વતિથિને બીજીમાં ભેળવી દેવાથી એક આખી પર્વતિથિ થઈ. તેથી આગળનો દિવસ પાછળની અપર્વતિથિ બીજી ગણાય. એ જ પ્રમાણે. જો બે પર્વતિથિ પાસે પાસે હોય તો, બનેય પૂરી રહે. વૃદ્ધિ કે ક્ષય પ્રસંગે પણ પ્રથમની અપર્વતિથિનો વૃદ્ધિ કે ક્ષય કરી લેવો. આમ થવાથી, બારેબાર પર્વતિથિઓ બરાબર પૂરી. નમોટી, ન નાની, ન લાંબી, ન ટૂંકી, ન ક્ષીણા, ન વૃદ્ધા બની શકે છે. અર્થાત્ ૧૪-૧૫ (પૂનમ), ૧૪-૦)) (અમાસ) બેમાંથી કોઈપણ એકના ક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વતિથિ તેરશનોય કે વૃદ્ધિ કરી લેવાનો જ રહે.
(૧૬) પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ એટલે શું?
ક્ષય એટલે અભાવ, અને વૃદ્ધિ એટલે વધારો એક કરતાં વધુ એટલે કે આ ઠેકાણે બે.
૧૭ પર્વ કે અપર્વ કોઈ પણ તિથિનો ક્ષય કે વધારો થાય નહીં?
ના, ન હોય. એટલે કે સદંતર અભાવ કે એકને બદલે બે ન હોય.
૧૮ તો શી રીતે હોય છે?
તિથિની ઘડીઓની ગણતરી ગણતાં જે તિથિની ઘડીઓ ઓછી એવી રીતે હોય કે કોઈપણ બેમાંથી આગળ પાછળનાં એકેય સૂર્યોદયને સ્પર્શ નહીં, તેને ટૂંકી તિથિ કહી શકાય. એ જ પ્રમાણે,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org