________________
પૂર્વની અપર્વતિથિનો જ ક્ષય અને વધારો કરીને મેળ મેળવવો. બીજો ઉપાય નથી.
૧૦) એ અર્થ શા ઉપરથી કાઢવો?
અર્થપત્તિથી કાઢવો. પૂર્વની અપર્વતિથિ હતી, તે તેની પછીની પૂરી પર્વતિથિના રૂપમાં ફેરવાઈ ગઈ, એટલે પછી તે કયાં રહે છે ? માટે તે પૂર્વની અપર્વતિથિનો ક્ષય ગણતરી માટે ગણાય. એ જ પ્રમાણે, વધેલી બીજી પર્વતિથિ પૂરી પર્વતિથિ બની ગઈ. આગળનો વધારો તે પાછળ લેવાઈ ગયો. તેથી એ વધારો તેની પહેલાની અપર્વતિથિને મળવાથી તેનો વધારો કરવો રહે. દા.ત. આઠમના ક્ષયે સાતમનો ક્ષય, અને આઠમ બે હોય ત્યારે સાતમ બે.
૧૧ પૂર્વે પણ પર્વતિથિ હોય, તો તેનો વધારો ઘટાડો કેમ કરવો?
પર્વતિથિને અક્ષત રાખવા માટે તો આ પ્રઘોષ છે, એટલે કે એક પર્વતિથિ હોય, તો તે પ્રઘોષ એકનું રક્ષણ કરે, અને બે સાથે હોય તો, બેનું રક્ષણ કરે. બન્નેયનું રક્ષણ કરે. તેની ક્ષય વૃદ્ધિ થવા જ ન દે. તેની સામે બીજી કોઈ બાબત આવી શકે જ નહીં. જેને માટે તે પ્રઘોષ છે, તે તેને બચાવવા માટે પોતાની સંપૂર્ણ ફરજ બજાવે જ નહીંતર આ પ્રઘોષની કશી જરૂર જ નહોતી. “કેમ જરૂર નહોતી? પર્વતિથિની ક્ષય વૃદ્ધિ આવે છે, માટે તેની વ્યવસ્થા માટે આની જરૂર હતી.” “તો તેની વ્યવસ્થા કરવાનું કામ પોતે પૂરું કરશે? કે અધુરું રાખશે ?” “પૂરું કરશે.” તેથી એક પર્વતિથિનું રક્ષણ કરે, અને બીજીનું રક્ષણ કેમ ન કરે ? એ બને કેમ? પર્વતિથિને તો કોઈ સ્પર્શી શકે જ નહીં. એવી ખબરદારી પ્રઘોષ રાખે જ.
(૧૨
બીજો કોઈ ઉપાય કરવામાં આવે તો શો વાંધો? બીજો કોઈ ઉપાય છે જ નહીં. છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org