________________
જૈન સમાજને ભ્રમણામાં નાંખી ચાલી આવતી તપાગચ્છની શાસ્ત્રીય અવિચ્છિન્ન પરંપરાને લેપ કરી રહ્યો છે. તેથી જેનજનતાએ સાવધ રહેવું.
વિજયપ્રતાપસૂરિ
( ૧૦ ) ૫. બુદ્ધિવિજયજી બુિટેરાયજી મહારાજ પરમપૂજય વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજ વિગેરે પર્વતિથિની આરાધના શી રીતે કરતા હતા તે જણાવવા સાથેને પરમપૂજય આચાર્યદેવ વિજય વલભસૂરિજી મહારાજના શિષ્ય વિજયમંગસૂરિજીને અભિપ્રાય
મુ. અમદાવાદ શાહપુર મંગલપારેખને ખ, જૈન ઉપાશ્રય તા. ૧૫-૩–૪૫
અમારા પરમપૂજ્ય યોગીરાજ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ (બુટેરાયજી મ૦ ) તથા શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના પરિવાર તથા તેમના પટ્ટધર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિ પર્વ તિથિનું આરાધન જૈન આગમ, જૈનશાસ્ત્ર અને પૂર્વાચાર્યની પરંપરાનુસારે ટિપણામાં બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચઉદસની ક્ષયવૃદ્ધિ હોય તો એકમ, ચોથે, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છે. પર્વતિથિને ક્ષય તથા વૃદ્ધિ આજ સુધી કેઈપણે આચાર્યો કરી નથી. અમે પણ આ શાસ્ત્રોક્ત શુદ્ધ પરંપરાથી પર્વતિથિનું આરાધન કરીયે છીયે. એજ શાસ્ત્રસમ્મત છે, અમે સર્વ સંઘને આ પ્રમાણે પર્વતિથિ આરાધન કરવા માટે ભલામણ કરીયે છીયે. એ અમારો અભિપ્રાય છે.
દાઃ વિજયઉમંગસૂરિ
( ૧૧ ) પરમ પૂજ્ય પં. ધર્મવિજજી મહારાજના (ડહેલાવાળાના) શિષ્ય પરમ પૂજ્ય આચાર્યદેવ વિજયસૂરેન્દ્રસૂરિજીનો અભિપ્રાય
જૈન આગમ, શાસ્ત્ર અને પરંપરા મુજબ બીજ પાંચમ આઠમ અગિઆરશ અને ચૌદશની ટીપણામાં ક્ષય વૃદ્ધિ હોય ત્યારે એકમ ચોથ સાતમ દશમ તેરશની ક્ષયવૃદ્ધિ અને પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષય વૃદ્ધિ જેન સંઘમાં સેંકડો વર્ષથી થાય છે.
પૂ. પં. સત્યવિજયગણિવર, પં. કરવિજયજી ગણિવર, પં. ક્ષમાવિજયજી ગણિવર, પં. જીનવિજયજી ગણિવર, પં. ઉત્તમવિજયજી ગણિવર, પં. પદ્યવિજયજી ગણિવર, પં'. વિજ્યજી ગણિવર, ૫. અમીવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org