________________
(૮) પરમ પૂ૦ નીતિવિજયજીદાદા વિગેરે શું કરતા હતા તે જણાવવા પૂર્વક પર્વતિથિની વ્યવસ્થા માટે પરમ પૂજ્ય આચાર્યદેવ
વિજયકુમુદસૂરીશ્વરજીનો અભિપ્રાય.
વિજયશ્નસૂરિ, મેરૂ વિ, નિપુણ વિ. આદિ ઠા) ૪. પાલનપુર તા. ૧૧-૩-૪૫
શ્રી અમદાવાદ દેવગુરૂ ભક્તિકારક સુબ્રાવક મફતલાલ એગ્ય ધર્મલાભ પત્ર મળે. તિથિવિષયક અમારો અભિપ્રાય નીચે મુજબ છે. - પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય મહામુનિરાજ ગુરૂદાદા શ્રીનિતિવિજયજી મ. આદિ અમારા પૂર્વ પુરૂ લૌકિક ટીપણામાંની પર્વતિથિના ક્ષયે અને વૃદ્ધિએ પૂર્વ તિથિને ક્ષય અને વૃદ્ધિ કરતા તથા પૂનમ અમાસ આદિ જેડીયા પર્વની ક્ષયવૃદ્ધિ વખતે તેરશ આદિનીજ ક્ષય અને વૃદ્ધિ કરતા તેવી પૂવાચાર્યો આચરિત અવિચ્છિન્ન પરંપરા છે. અને શાસ્ત્રો તથા પકો આદિ પણ એજ પરંપરાને આજે પણ પુષ્ટિ આપી રહ્યાં છે. તેથી વિરૂદ્ધ જઈ સં. ૧૯૯૨ થી નીકળેલ ન તિથિમત તદન જુઠ્ઠો છે.
અમે ચાલી આવતી અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે અમારા પૂજ્ય પુરૂષોના ચાલ્યા આવતા માગે વતી રહ્યા છીએ. અને તેજ સત્ય છે. તે અમારો અભિપ્રાય છે તે જાણશે. ધર્મકરણમાં તત્પર રહેશે સાધુઓ સુખશાતામાં છે એજ.
વિજયકુમુદસૂરિ.
પૂ. આચાર્ય વિજય મેહનસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય આચાર્યદેવ
વિજયપ્રતાપસૂરિજી મહારાજને અભિપ્રાય.
પૂનમ અમાસના ક્ષયે તેરસનો ક્ષય તેમજ પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ તેમજ ભાદ્રપદ સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિમાં ભાદ્રપદ સુદી ત્રીજની ક્ષયવૃદ્ધિ માટે સેંકડો વર્ષો પહેલાંના નીચે મુજબ પ્રામાણિક પાઠો છે.
ઘઉં...મા.વિગેરે આ પ્રમાણે સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પ્રણાલિકા હોવા છતાં અને ઉપર જણાવેલા સ્પષ્ટ દીવા જેવા પાઠે જાણવા છતાં પિતાના પરમગુરદેવેની ભૂલો બતાવનાર તરીકે પિતાને ઓળખાવનાર ચારસો વર્ષ પહેલાંના પ્રમાણિક પાઠોને પણ પિતાને મત સ્થાપવા માટે બનાવટી પા કહેવા તૈયાર થયેલ અને તપાગચ્છની એક સરખી પ્રણાલિકામાં વિક્ષેપ પાડનાર એક નજીવો ને વર્ગ આજે ઉભું થયે છે કે જે ઉદયતિથિના નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org