________________
તે તે આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ ઉપસ્થિત કરી ન હતી જ. એમ મધ્યસ્થ પોતે સ્વીકાર્યું હોવાથી, ઉમાસ્વાતિજીના વચનનો પિતાને અભીષ્ટ અર્થ સિદ્ધ કરવા માટે જે શાસ્ત્રો ઉપસ્થિત કર્યા” એવી રીતે કથન કરતાં બહુવચન વડે મતપત્રક સિવાય ક્યાં શાસ્ત્રો વિવક્ષિત છે? એ વિચાર કરતાં ઉમાસ્વાતિજીના વચનના સાક્ષાત્ અને પરંપરાથી પિતાના ઇષ્ટ અર્થને સાધનાર નિશીથચૂર્ણિ, તવતરંગિણી, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, સ્થાનાંગ, જીતકાભાષ્ય એ વગેરે જ પહેલાં ઉપસ્થિત કરેલાં શાસ્ત્રો ગ્રહણ કરવાં જોઈએ. એથી તે સર્વ શાસ્ત્રોનું શાસ્ત્રાભાસપણું પ્રાપ્ત થયું જ !!
બીજુ, જે પહેલાં ઉપસ્થિત કરેલાં શાસ્ત્રનું શાસ્ત્રાભાસપણું મધ્યસ્થ ન કહ્યું હોય, તે તે તે શાસ્ત્રોના ઉદ્ધત કરેલા પાઠેનું સમાધાન અથવા તેને સ્વીકાર કંઈપણ કરેલું જોઈ શકાત; પરંતુ તે તો પદે પદ અવલોકન કરવા છતાં પણ આ નિર્ણયપત્રમાં જોવામાં આવતું નથી. આ કારણથી પણ તે સર્વ શાસ્ત્રોનું શાસાભાસપણું. અથવા અપ્રમાણિકપણું મધ્યસ્થ અવશ્ય કહ્યું છે.
એવી જ રીતે નિર્ણયપત્રના ૧૪ મા પૃષ્ઠમાં જણાવ્યું છે કે–
જે પ્રમાણે, આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ પોતાના મતની સિદ્ધિ માટે સારી રીતે ઉપસ્થિત કર્યા છે, તે પ્રમાણુભાસ જ છે.” એવી રીતે મધ્યસ્થના કથનના બહુવચન વડે તે સર્વ પ્રમાણે (શાસ્ત્રો)નું અપ્રમાણિકપણું પ્રાપ્ત થયું જ. હવે પિતાના દેષનું પ્રમાર્જન કરવામાં અશક્ત, અને ન્યાયા. લયને અનુસરતા માર્ગ દર્શાવનાર મધ્યસ્થ “અપરાધ કરનાર પોતે જ શંકિત થાય છે. એવી લોકક્તિને સાર્થક કરે છે.
એવી રીતે નિર્ણય મેકલવાના નિયમને ન પાળ, પક્ષ અને પ્રતિપક્ષને નિર્દેશ ન કરો, વિદ્વાનોએ ન આચરેલા અપશબ્દ પ્રયોગ કરે -એ વગેરે તટસ્થતાનો ભંગ કરનારા કેટલાય દે મધ્યસ્થમાં પ્રાપ્ત થયેલા છે, અને તે અન્યત્ર પ્રકાશિત થયેલા છે જ, એથી અધિક દે અનેકવાર દર્શાવવાની અહિં આવશ્યક્તા નથી. સંસ્કૃત નિબંધ કર્તા:
અનુવાદક : પંડિત શ્રી તુલાકૃણુઝા શાસ્ત્રી લાલચંદ્ર ભગવાન્ ગાંધી. (ન્યાય-વ્યાકરણાચાર્ય, સાહિત્યશાસ્ત્રી) (અર્ધમાગધીના મુંબઈ યુનિવર્સિટીના
પિષ્ટ-ગ્રેજ્યુએટ અધ્યાપક, જેન પંડિત પ્રાચ્ય વિદ્યા મંદિર-વડોદરા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org