________________
એવી રીતે ત્રીજો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણકે એક પણ વિરુદ્ધ ઉક્તિ જોવામાં ન આવતી હોવાથી વિરુદ્ધ ઉક્તિની બહુલતાને સર્વથા અસંભવ છે. આથી જ કઈ વિરુદ્ધ ઉક્તિને પરિહાર અભ્યારે કરવો ? એથી તે હેતુ ઉપેક્ષણીય જ છે.
ચેાથે હેતુ પણ તેવી જ રીતે અસિદ્ધ છે. કારણ કે બરાબર આગમને અનુસારે “પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણે પ્રવર્તવું જોઈએ ” “ઉસૂત્રની પ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થતી હોવાથી” એ વગેરે દ્વારા યુક્તિ જ દર્શાવી છે.
પાંચ હેતુ પણ તેવી રીતે અસિદ્ધ છે, કારણ કે, દુજન તુષ્ટ થાઓ.” એવા ન્યાયવડે બીજાને પક્ષ સ્વીકારીને પણ બીજું સમાધાન આપવું-એ શાસ્ત્રકારને સંમત છે.
- છઠ્ઠો હેતુ પણ તેવી રીતે અસિદ્ધ છે, કારણ કે-શાસ્ત્રને અને પરંપરા -વ્યવહારને ન માનનારા તેવા પ્રકારના કદાગ્રહી શિષ્યને કેદખાનામાં નાખવામાં અશક્ત એવા ગુરુથી શાપ આપવા સિવાય બીજું શું કરી શકાય? એ મનમાં વિચારવા જેવું હોવાથી, શાપ આપ પણ દૂષિત ન ગણાય-એ તે મધ્યસ્થના સંતેષ માટે જણાવાય છે. વાસ્તવિક રીતે તે પાપ આચરતા શિષ્યને ઉન્માર્ગથી અટકાવનારા ગુરુએ જે એમ પ્રતિપાદન કરે છે–પાપ કરીશ, તે તું નરકમાં પડીશ.” તે તે શાપ આપનારા ન કહેવાય, પરંતુ ઉપદેશ આપનારા જ કહેવાય. એથી પ્રસ્તુત ગ્રંથમાં શાપ દેવાનું કહેવું તે અજ્ઞાન મૂલક છે,
એવી રીતે સાતમો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણકે અદમીની વૃદ્ધિમાં બીજી અષ્ટમીને ગ્રહણ કરવી, અને પૂર્ણિમાની વૃદ્ધિ હેાય ત્યારે બીજી પૂર્ણિમાને ગ્રહણ કરવી–એવું આ ગ્રંથમાં પિતાના અભિમત તરીકે કોઈ પણ સ્થળે સ્વીકાર્યું નથી. આથી જ ત્યાં હીરપ્રશ્નના બીજા પ્રકાશના વચનને ઉદ્ધત કરીને “તેથી ઔદયિકી જ તિથિ સ્વીકારવી; બીજી નહિ, એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે. જે પૂર્ણિમાની વૃદ્ધિમાં બીજી પૂર્ણિમાને ગ્રહણ કરવી પિતાને અભીષ્ટ હેત તે “બીજી જ તિથિ સ્વીકારવી” એવી રીતે જ ઉપસંહાર કરત. તથા સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસનું વચન ત્યાં જ આગળ ઉદ્ધત કરીને–આ કથનકાર આ કહ્યું કે –“સૂર્ય ઉગાવાની વેળાએ તિથિ હોય, તે જ માનવી, બીજી નહિ.” એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે; નહિ તો, અહિ પણ “ બીજી તિથિ માનવી” એવી રીતે જ ઉપસંહાર કરત. એ મધ્યસ્થ આખો મીંચીને વિચારે.
જો કે કહેલી રીતે મધ્યસ્થને અભીષ્ટ એવા સાતે હેતુઓનું અસિદ્ધપણું દર્શાવ્યું, છતાં નિર્ણયપત્રના ૧૩ મા પૃષ્ઠમાં રહેલ-આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છે.” આ આઠમાં હેતુનું અસિદ્ધપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org