________________
૧૩
પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. ટુંકમાં કેઈપણ સંજોગોમાં શ્રી સંઘમાં ફૂટ ન પેસે અને એકતા કાયમ રહે તેની સાચવણીની ખાસ આવશ્યક્તા છે.
(૩) સમાજના કમભાગે સમાજશાંતિની આ પ્રકારની વિચારસરણિ ચાલી નહિ અને ચાલુ પ્રણાલિકા ખોટી અને અગ્ય છે એમ એકદમ જનતા સમક્ષ જાહેર કરવામાં આવ્યું અને નવી પ્રણાલિકાને પિતાની દૃષ્ટિ અનુસારે પોતાને લાગ્યું હતું તે મુજબ ખરી હોવાનું જણાવવામાં આવ્યું. આ સર્વવસ્તુ સૌથી પ્રથમ સં. ૧૯૨ની સાલના પયુષણ લગભગ બન્યું. આને પરિણામે સંધમાં પક્ષાપક્ષી થઈ અને દિવસે દિવસે તે વધુ ગાઢ બની.
(૪) (૧) આ પ્રમાણેના અનુભવ પછી શ્રીસંઘના આગેવાને પૈકી કેટલાકને લાગ્યું કે આ પ્રમાણે ચાલુ રહેશે તે શ્રી સંઘની છિન્નભિન્નતા દીનપ્રતિદિન વિશેષ થતાં કુસંપનું સામ્રાજ્ય બળવત્તર થશે અને સમાજની ખુબજ ખરાબ દશા થશે. આને માટે શરૂઆતમાં ભિન્ન ભિન્ન મન્તવ્યવાળા આચાર્યોને ભેગા કરવાને પ્રયત્ન કરવામાં આવ્યું પણ તેમાં સફળતા મળી નહિ.
(૨) આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી દક્ષિણદેશ તરફથી ગુજરાતમાં પાલીતાણું તીર્થસ્થળે પધાર્યા અને આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરિજી પણ ત્યાં બીરાજતા હતા તે અવસરને લાભ લઈ શ્રી સંઘમાં ઉત્પન્ન થયેલા કલેશને શાંત કરવા ફરી શ્રી સંઘના આગેવાનપુરૂષાએ શાંતિ માટે પ્રયત્ન કર્યો. કયે રસ્તે શંતિ થાય તે બાબતમાં વિચાર ચલાવ્યો. આખરે કેટલાક સમય પછી માનનીય શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ એ બાબતમાં સં. ૧૯૮ માં અગ્રભાગ લીધો.
(૩) શરૂઆતમાં કેઈ જેન પંડિત મારફત નીકાલ કરાવવાની સૂચના થઈ પણ જેને તે તમામ એક યા બીજા પક્ષમાં ભળેલા છે એટલે કે કેઈ નિષ્પક્ષ જૈન પંડિત મળે નહિ એ સબબ આગળ ધરવામાં આવ્યું. આથી તે સૂચના નિષ્ફળ ગઈ. ત્યાર પછી જેનેતર પંડિત મારફત નિકાલ કરાવવાની સૂચના થઈ અને તે સૂચના મંજુર રાખવા અને જેનપંડિતની સુચનાને ન વળગી રહેવા આગ્રહ પૂર્વક વિનંતિ થઈ. આખરે તે વિનંતિને અસ્વીકાર ન થયે એથી એમ આભાસ થશે કે શ્રી સંઘમાં જણાતી પક્ષાપક્ષીને અંત આવી જશે.
(૧) પર્વ ક્ષયવૃદ્ધિ બાબતના મંતવ્યમાં મતભેદ ફક્ત આચાર્યશ્રી સાગરાનંદસૂરિ અને આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ વચ્ચેનેજ ન હતું. બીજા પૂજ્ય આચાર્યો અને મુનિવરો તેઓના જેટલા જેકે આ મતફેરી સંબંધમાં લેખન દ્વારા વિશેષ પ્રવૃત્તિ કરતા ન હતા છતાં તેઓ પણ પોતે માન્ય રાખેલ માન્યતાને મજબૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org