________________
રીતે વળગી રહેલાજ હતા. અને પિતાની આચરણ, તેમજ પોતાના અનુયાયિઓને અપાતા ઉપદેશ અને સલાહથી તેઓ પોતાના વિચારમાં સંપૂર્ણપણે મક્કમ છે એમ દરેક સારી રીતે જાણું શકતું હતું.
(૨) ઉપર પ્રમાણે ભિન્ન મંતવ્યને અનુસરનાર બીજા ઘણા આચાર્યો હોવા છતાં તેઓની સંમતિ વગર ફક્ત બેજ આચાર્યો વચ્ચે મધ્યસ્થ મારફત કેઈ નીકાલ આવે છે તેઓ તે નીકાલને અનુસરે એ જરાપણ ભાસ દેખાતે ન હતો. કારણકે બીજા આચાર્યોમાં કેટલાક તે મહાત્યાગી, વિદ્વાન અને બહોળા પ્રમાણમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં માન પામેલા એવા ધુરંધર આચાર્યો હતો. આ હકીકત ઉપરથી એમ નિશ્ચય કરવામાં આવ્યું કે મુખ્ય આઠ આચાર્યોની આ બાબતમાં સંમતિ લેવી અને તેઓને પણ આ સમાધાન માટે વાદવિવાદ અને ચર્ચા થાય ત્યારે હાજર રહી તેમાં સક્રિય ભાગ લેવા વિજ્ઞપ્તિ કરવી અને તેઓ કેઈપણ કારણસર હાજર ન જ રહી શકે તે જે નિર્ણય આવે તે તેઓએ માન્ય રાખવો એવી કબુલાત તેમની પાસેથી લેવી. આને માટે આ આઠ આચાર્યોને મળી આ મુજબ ચક્કસ કરવા પાંચ ગૃહ
ની નિમણુંક કરી અને તેઓને કાર્ય સંપાયું. આ નકિક થયા પછી શેઠ શ્રી કસ્તુરભાઈએ મધ્યસ્થ નિમવાને માટે પોતે માથે લીધું હતું અને તે નિમણુંક કરવામાં બીજા કોઈને પુછવાનું રાખવામાં આવ્યું ન હતું.
(૩) શ્રી સંઘમાં પડેલી ફાટફૂટ મટી જાય તે જોવાને બધાંના દીલ તત્પર થઈ રહેલા હતા. પાંચ મહાશાએ જુદા જુદા આચાર્યશ્રીને મળવાનું શરૂ કર્યું. ત્રણ આચાર્યશ્રીને મળ્યા, પણ તેમાં એમ જણાવ્યું કે કોઈ આચાર્યના અનુભવી શિષ્ય દુર સ્થળે હોવાથી ચાતુર્માસની શરૂઆત પહેલાં સમાધાન માટેની ચર્ચામાં સૌ કેઈ હાજર રહી શકે તેમ ન હતું અને ચર્ચામાં હાજર રહી સક્રિય ભાગ લેવાનો તેઓ પિકી કેટલાકને ખાસ આગ્રહ હતો તેથી આ બાબત ચાતુર્માસ પછી રાખવાનું કહ્યું.
(૧) પરંતુ ચાતુર્માસ બાદ કણ જાણે શા સંજોગેમાં આઠ આચાર્યો પાસે જવાની અને તેમને સમાધાન માટે ચર્ચામાં હાજર રહેવાની વાત ખોરંભે પડી અને પાંચ ગૃહસ્થમાંના કેટલાકની જાણ બહાર સમાધાન ફક્ત બે આચાર્યો વચ્ચે કરાવવાનું ઠર્યું અને આ પુસ્તકના બીજા પૃષ્ઠ પર આપેલ તા. ૬-૧૨-૨ ને મુસદ્દો તૈયાર થયે અને લખાણની શરૂઆત થઈ
(૨) આ બધુ થયા બાદ બે આચાર્યોની મધ્યસ્થ સમક્ષ મૌખિક પૃચ્છા થઈ ત્યારે જનતાને બીજા આચાર્યોને આ બાબતમાં કાઈ પુછવામાં આવ્યું નથી કે સંમતિ લેવામાં આવી નથી તેની જાણ થઈ. આ માહીતિ મળતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org